તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂની હેરાફેરી:સાપુતારામાં દેશી જેવી પોટલીમાં 1.65 લાખનો વિદેશી દારૂ પકડાયો

આહવા5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિદેશી દારૂની હેરફેર કરવા માટે નવી તરકીબ
 • પોલીસે 8.74 લાખના મુદ્દામાલ સાથે બે ને ઝડપ્યા, 1 ફરાર

ડાંગ જિલ્લામાં પોલીસે સાપુતારા ચેકપોસ્ટ પર 1.65 લાખના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે 8,74,940નો મુદ્દામાલ તેમજ સુરતના 2 ખેપીયાની અટક કરી હતી. ખેપીયાઓ દારૂ પ્લાસ્ટીકની થેલીમાં પેક કરીને લઈ જતા હતા. ડાંગના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક જે.આઇ.વસાવા તથા સાપુતારાના ઈનચાર્જ પીએસઆઈ પી.એચ.મકવાણાનાં માર્ગદર્શન હેઠળ મંગળવારે સાપુતારાના અહેકો નવલસિંહ પરમાર અને અહેકો શક્તિસિંહ સરવૈયા, અર્જુનસિંહ રાજેન્દ્રસિંહ, વિજયભાઈ લવજીભાઈ, રાજુભાઈ દડુભાઈ સહિતની પોલીસ ટીમ સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર તથા દારૂની બદી નેસ્તનાબુદ કરવા સઘન ચેકીંગ સાથે ડ્રાઈવ હાથ ધરી હતી.

દરમિયાન અહેકો નવલસિંહ પરમાર તથા શક્તિસિંહ સરવૈયાને બાતમી મળી હતી કે એક સફેદ કલરની ટીયુવી કારમાં બે ઇસમો મહારાષ્ટ્રનાં નાસિક તરફથી દારૂ ભરીને સાપુતારા તરફ આવી રહ્યા છે. બાતમી આધારે પોલીસે કારને સાપુતારા ચેકપોસ્ટ પર અટકાવી ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની 1.5 લીટર ભરેલી પ્લાસ્ટીકની પોટલીઓ કુલ નંગ-149 કિંમત રૂ. 1,65,940નો ભારતીય બનાવતનો વિદેશી દારૂનો જથ્થો તથા ટીયુવી કાર કિંમત રૂ. 7 લાખ તથા ત્રણ મોબાઇલની કિંમત રૂ. 9 હજાર મળી કુલ 8,74,940નો મુદ્દામાલ કબજે કરી અનિલકુમાર વેદરામ સિંઘ (ઉ.વ. 35, હાલ રહે, મકાન નં-8, આંગન રેસીડન્સી,કરાડવા રોડ,સીલીકોન પામની બાજુમાં ડિંડોલી, સુરત), અને ધર્મેંદ્રકુમાર રાધેશ્યામ વિશ્વકર્મા (ઉ.વ. 26, રહે.ખાનકાગામ, પોસ્ટ-સરાયમીર, જિ.આઝમગઢ (યુપી)ની અટક કરી હતી. જ્યારે માલ આપનારને ફરાર જાહેર કરી કાર્યવાહી હાથ ધરતા અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો