તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:સાપુતારાની જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. 10- 12ના ઓફલાઇન વર્ગો સપ્ટેમ્બરથી પ્રારંભ થશે

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધો-12ના વર્ગો 1લી અને ધો-10ના 4થી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવનાર છે

કોરોનાની મહામારીનાં લોકડાઉન અંતર્ગત રાજ્યની તમામ શાળાઓ બંધ હાલતમાં ઠપ્પ બની હતી. તેવામાં હવે કોરોનાના કેસોમાં સદંતર ઘટાડો થતા રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સહ ઓફલાઈન સાથે વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકાઈ છે. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે જવાહર નવોદય વિધાલય પણ કાર્યરત છે.

આ સાપુતારાની જવાહર નવોદય વિધાલય પણ કોરોનાની મહામારીમાં બંધ હતી, પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ નવોદય વિદ્યાલય સમિતિ, પુણેનાં પત્ર ક્રમાંક નં. એફ.3-ઓપનિંગ ઓફ જે. એન.વી.એસ/એન. વી.એસ(PR)/2020/2016 તારીખ: 25/08/2021 અને નવોદય વિદ્યાલય સમિતિ, હેડ.કો. નોઇડા(દિલ્હી) પત્ર ક્રમાંક F.No 10-76/2020-NVS(SA) તારીખ: 26.08.2021ના આદેશ મુજબ જવાહર નવોદય વિદ્યાલય, સાપુતારા (ડાંગ)ની શાળામાં અગામી તારીખ 1 સપ્ટેમ્બર 2021ના રોજથી વિધિવત રીતે પ્રારંભ થશે.

ડાંગની સાપુતારા જવાહર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા વાલીગણને અખબારી યાદી દ્વારા જણાવ્યું છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓનાં વર્ગો 1લી સપ્ટેમ્બરથી જ્યારે ધોરણ 10નાં વિદ્યાર્થીઓના ઓફલાઈન વર્ગો 4 સપ્ટેમ્બરથી ચાલુ થનાર છે. જેથી જવાહર નવોદય વિધાલય સાપુતારા ખાતે ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉપર જણાવેલ તારીખે વાલીઓ સાથે હાજર રહેવા માટે જણાવવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...