તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:ડાંગનાં હુંબાપાડા ગામે મહિલા પોઝિટિવ, મહિલા સુરતની નર્સના સંપર્કમાં આવી હતી

આહવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં હુંબાપાડા ગામે રહેતી એક 34 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી. દિવસે દિવસે વધી રહેલાં કોરોનાં કેસ લોકો માટે ચિંતાનો વિષય છે. ડાંગ જિલ્લાનાં આહવા,વઘઈ, સુબીરમાં રોજેરોજ કોરોનાં મહામારીનાં કેસ પ્રકાશમાં આવતાં હવે ડાંગ જિલ્લો પણ બીજા જિલ્લાની હરોળમાં આવી ગયો હોય તેમ જણાઈ રહ્યું છે. આહવા તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા હુંબાપાડા ગામની 34 વર્ષીય મહિલાનો મંગળવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી.

સોશિયલ ડિસ્ટનસિંગનું ચૂસ્તપણે પાલન કરવાનો વહીવટી તંત્ર દ્વારા આદેશ
કોરોના પોઝિટિવ મહિલાને આરોગ્ય વિભાગની ટીમે કોવિડ કેર હોસ્પિટલ આહવામાં આઈસોલેટ કરાઈ હતી. ડાંગ આરોગ્ય વિભાગનાં જણાવ્યા મુજબ આ મહિલા થોડા દિવસ પહેલાં સુરતથી આવેલી અને ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી બે યુવતીનાં સંપર્કમાં આવી હતી એવી હિસ્ટ્રી જણાવી રહી છે. હાલમાં ડાંગ જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા હુંબાપાડા ગામને બફરઝોન અને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી અવર જવર ઉપર પ્રતિબંધ મુક્યો છે. ડાંગમાં હાલનાં તબક્કે વધતા “કોરોના”નાં કેસ બાબતે પ્રજાજનોને જાગૃતિ લાવવા સાથે સરકારના માર્ગદર્શન મુજબ માસ્ક તથા સેનેટાઈઝરના નિયમિત ઉપયોગ, અને સોશિયલ ડિસ્ટનસિંગનું ચૂસ્તપણે પાલન કરવાનો વહીવટી તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...