ચૂંટણીનો થનગનાટ:ડાંગમાં હવે 70માંથી 41 ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણી

આહવા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાંગ જિલ્લામાં ગ્રુપ ગ્રામ પંચાયતોનું િવભાજન અને િવસ્તરણ થતાં િનર્ણય

આખરે ડાંગ જિલ્લામાં ગ્રૂપ ગ્રામ પંચાયતોનું વિભાજનની સાથે વિસ્તરણ થતા કુલ ગ્રુપ ગ્રામ પંચાયતોની સંખ્યા 100 થઈ. હાલમાં ડિસેમ્બરમાં કુલ 70 ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી 41 ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. જ્યારે બાકીની મૂળ 29 અને વિભાજીત થયેલી 30 મળી કુલ 59 ગ્રુપ ગ્રામ પંચાયતોની ચૂંટણી થોડાક અરસા બાદ યોજાશે એવું જાણવા મળતા જિલ્લાનાં રાજકારણમાં હલચલ મચી ગઇ છે.

ડાંગ જિલ્લાનાં આહવા, વઘઇ અને સુબીર તાલુકા મળીને કુલ 70 ગ્રુપ ગ્રામ પંચાયતનું પીઠબળ હતુ. ડાંગ જિલ્લામાં 70 ગ્રુપ ગ્રામ પંચાયતમાં 70 સરપંચ અને 644 વોર્ડ સભ્ય હતા. ડાંગ જિલ્લાનાં રાજકીય આગેવાનોએ ગ્રુપ ગ્રામ પંચાયતોનાં વિસ્તરણ અને વિભાજન માટે થોડાક સમય પહેલા સરકારમાં દરખાસ્ત કરી હતી. ડાંગ જિલ્લામાં ગ્રુપ ગ્રામ પંચાયતનાં વિભાજન અને વિસ્તરણ અંગેનું નોટિફિકેશન બે ત્રણ દિવસ પૂર્વે સોશિયલ મીડિયામાં પણ ફરતુ થતા ભારે હોબાળો મચવાની સાથે જિલ્લાનાં રાજકારણમાં ગરમાટો આવી ગયો હતો. આખરે ડાંગ જિલ્લાનાં ગ્રુપ ગ્રામ પંચાયતનાં વિભાજન અને વિસ્તરણનો સુખદ અંત આવતા હવે ડાંગ જિલ્લામાં ગ્રુપ ગ્રામ પંચાયતનો આંક 100 પર પહોચ્યો છે.

ગુરૂવારે મોડી સાંજે ડાંગ જિલ્લાનાં ચૂંટણી શાખાનાં સત્તાવાર અધિકારીનાં જણાવ્યાનુસાર ડાંગ જિલ્લામાં કુલ 67 ગ્રુપ ગ્રામ પંચાયતો અને ત્રણ સ્વતંત્ર ગ્રામ પંચાયતો મળી કુલ 70નો આંક હતો. હાલમાં ડાંગ જિલ્લામાં ગ્રુપ ગ્રામ પંચાયતોનું વિસ્તરણની સાથે વિભાજન થતા કુલ 100 ગ્રુપ ગ્રામ પંચાયતનો આંક થયો છે. હાલમાં 19મી ડિસેમ્બરે 70 ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી માત્ર 41 ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં અગાઉ ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ તેમાં સુધારા વધારા થશે. ગ્રુપ પંચાયતોનું િવભાગજન અને િવસ્તરણ કરવામાં આવ્યું છે. અગાઉ 29 જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થવાની ન હતી પરંતુ હવે આ વિભાગજન અને િવસ્તરણની અસરને લઇ ચૂંટણીમાં પણ ફેરફાર આવ્યો છે અને બાકી રહેલા ગામોની ચૂંટણી પાછળ ઠેલાઇ છે.

જિલ્લામાં બાકીની 59 ગ્રુપ પંચાયત માટે ફરી જાહેરનામું બહાર પાડી ચૂંટણી કરાશે
જ્યારે 70 ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી બાકીની મૂળ 29 અને વિભાજન પામેલી 30 મળી કુલ 59 ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીનું નવેસરથી વોર્ડ વાઈઝ સીમાંકન અને જાહેરનામુ થોડાક અરસા બાદ પડશે અને વિભાજન અને વિસ્તરણ પામેલી ગ્રુપ ગ્રામ પંચાયતો ચૂંટણી પણ થોડાક અરસા બાદ યોજાશે એવી વિગતો સાંપડતા જિલ્લાનાં રાજકારણમાં કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...