તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:ડાંગમાં વધુ 5 પોઝિટિવ, તંત્ર સાબદું કુલ કેસ 191 થયા, એક્ટિવ કેસ 13

આહવા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા વહીવટી તંત્રે બિનજરૂરી બહાર ન નીકળવા લોકોને અપીલ કરી

ડાંગ જિલ્લામાં શુક્રવારે એકસાથે પાંચ કેસ નોંધાતા પ્રજાજનોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ સાથે ફેસ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, અને વારંવાર હાથ ધોવાનો અનુરોધ ડાંગ વહીવટી તંત્ર એ કર્યો છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં શુક્રવારે એકસાથે 5 કેસ નોંધાયા હતા.

જેમાં સુબીરનો 44 વર્ષીય પુરુષ, મોખામાળનો 17 વર્ષીય પુરુષ, આહવા પટેલપાડાનો 44 વર્ષીય પુરુષ, આહવાનો 58 વર્ષીય પુરુષ તેમજ આહવા બંધારપાડાનો 29 વર્ષીય પુરુષનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતુ થયું હતું. ડાંગમાં અત્યાર સુધીમાં કુલ 191 કેસ નોંધાઇ ચૂક્યા છે. જિલ્લામાં 13 કેસ એક્ટિવ છે. જ્યારે 178 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપવામા આવી છે. ડાંગમાં અત્યાર સુધીમાં માત્ર 3 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. રાઉન્ડ ધ ક્લોક કામ કરતા આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં 38,252 જેટલા સેમ્પલ લીધા છે, જે પૈકી 38,002 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 56 સેમ્પલના રિપોર્ટ પેન્ડિગ છે.

1લી એપ્રિલે લેવાયેલા 67 પૈકી 62 RTPCR સેમ્પલ નેગેટિવ અને 5 સેમ્પલનાં રિપોર્ટ પોઝેટિવ આવ્યા છે. ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક કે જ્યા જિલ્લા કક્ષાની તમામ સરકારી કચેરી, આહવા તાલુકાની તમામ કચેરીઓ ઉપરાંત વિવિધ બેંકો, પોસ્ટ ઓફિસ, ટેલિફોન એક્સચેન્જ, જિલ્લા/તાલુકાની મોટાભાગની સહકારી મંડળીઓની ઓફિસો, જુદી જુદી શાળા/કોલેજો, જિલ્લા અને જિલ્લા બહાર આવાગમન માટે એક માત્ર એસ.ટી. બસ સ્ટેન્ડ, સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી દવાખાનાઓ સહિત નાની મોટી દુકાનો આવેલી છે.

જેને કારણે અહીં દિવસ દરમિયાન સમગ્ર ડાંગ જિલ્લામાંથી લોકો સરકારી તથા ખાનગી વાહનોમા સવારથી સાંજ સુધી આહવા આવતા હોય છે, તેવા સંજોગોમા આહવાના મિશનપાડા, પટેલપાડા, ગાંધી કોલોની, જવાહર કોલોની, સહયોગ સોસાયટી, બંધારપાડા સહિત વઘઈ સ્થિત પ્રમુખસ્વામી સોસાયટી, ભરવાડ ફળિયુ, સુબીર, મોખામાળ, ધુડા, ચિરાપાડા, ખાતળ જેવા વિસ્તારોમા “કન્ટેઇનમેન્ટ ઝોન’મા રહેતા અંદાજીત 575થી વધુ લોકોને” ક્વોરન્ટાઇન’ કરી આ લોકો માટે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામા આવી છે. આહવા સહિત ગ્રામ્ય વિસ્તારોમા “કોરોના સંક્રમણ” આગળ ન વધે તે માટે આ વિસ્તારના પ્રજાજનોના આવાગમન સાથે આહવા બહારના આવતા લોકો ફરજીયાતપણે ફેસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરી, અવારનવાર તેમના હાથ ધોતા રહે તે ખૂબ જ જરૂરી બની ગયુ છે. આ બાબતે પ્રશાસનની દંડનીય કાર્યવાહીથી બચવા સાથે, પ્રજાજનો બિનજરૂરી અવરજવર ન કરે તે પણ એટલુ જ ઇચ્છનીય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો