તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:ડાંગમાં નવા 22 સંક્રમિતો સામે 24 દર્દી રિકવર થયા, 1નું મૃત્યુ

આહવા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આહવામાં સૌથી વધુ 5 મહિલા સહિત 7 પોઝિટિવ

ડાંગ જિલ્લામાં શનિવારે 24 દર્દીને રજા અપાઈ હતી. જ્યારે નવા 22 કેસ સાથે કુલ આંક 511 પર પહોંચ્યો છે. જ્યારે કોરોનાનાં પગલે વધુ એક વ્યક્તિનું મૃત્યુ નોંધાતા કુલ મૃતાંક 21 થયો છે. ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર શનિવારે નવા 22 કેસ નોંધાવા સાથે કુલ આંક 511 થયો છે. જે પૈકી 388 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે એક્ટિવ કેસ 123 રહ્યા છે. આ એક્ટિવ કેસ પૈકી 15 દર્દી આહવાની સિવિલ હોસ્પિટલમા, 4 દર્દી ડિસિગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (સરકારી આયુર્વેદિક હોસ્પિટલ), 2 દર્દી કોવિડ કેર સેન્ટર (સેવાધામ) અને 102 દર્દીને હોમ આઇસોલેશનમાં રાખવામા આવ્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 1223 વ્યક્તિને હોમ કવોરન્ટાઈન કરાયા છે. જ્યારે 8960 વ્યક્તિના હોમ કવોરન્ટાઈન પૂર્ણ થયા છે.

શનિવારે આહવામાં 34, 40, 43, 47, 50 વર્ષીય મહિલા અને 53,65 વર્ષીય પુરુષો, કાલીબેલમાં 14 વર્ષીય કિશોરી, 23 વર્ષીય યુવાન અને 47 વર્ષીય પુરૂષ, માછળી ગામે 21 વર્ષીય યુવાન, 55 અને 45 વર્ષીય પુરૂષ, ચીંચલી ગામે 34 વર્ષીય મહિલા અને 44 વર્ષીય પુરૂષ ઉપરાંત ખાતળ ગામે 50 વર્ષીય પુરૂષ, મોટી દાબદર ગામે 34 વર્ષીય પુરૂષ, ઘોડી ગામે 32 વર્ષીય યુવાન, ખાંભલા ગામે 42 વર્ષીય મહિલા, વાંઝટઆંબા ગામે 45 વર્ષીય પુરૂષ, ગાઢવીમાં 45 વર્ષીય પુરૂષ અને જામલાપાડાની 50 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ડાંગમાં શનિવારે કોરોનાનાં પગલે 50 વર્ષીય પુરૂષનું મૃત્યુ નીપજતા કુલ મૃતાંક 21 થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો