સેવાની ભાવના:ડાંગ જિલ્લામાં વર્ષ-2021માં અભયમ 181 ટીમે કોલથી 704 જરૂરિયાતમંદ મહિલાઓને સહાયતા પહોંચાડી

આહવા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારની હેલ્પ લાઇન થકી અનેક મહિલાને મદદ મળતા રાહત

ડાંગ જિલ્લામાં વર્ષ 2021 દરમિયાન અભયમ 181 મહિલા હેલ્પલાઇનને કોલ દ્વારા 704 જરુરિયાતમંદ મહિલાઓને સહાયતા પહોંચાડી હતી. ગુજરાત સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અભયમ 181 મહિલા હેલ્પ લાઇન છેલ્લા છ વર્ષથી મહિલાઓને જરૂરિયાતનાં સમયે મદદ માર્ગદર્શન અને બચાવ દ્વારા જરૂરી સુરક્ષા પૂરી પાડવામાં અગત્યની કામગીરી કરી રહી છે. જી.વી.કે.ઈ.એમ.આર.આઈ. દ્વારા સિસ્ટમ અને પ્રોટોકોલ સાથે સુચારુ સંચાલન કરી કોઈપણ મહિલાનાં શારીરિક,માનસિક, આર્થિક કે જાતીય પ્રશ્નોમાં તાત્કાલિક પ્રશ્ન હલ કરવાની દિશામાં મદદરૂપ બને છે.

ટ્રેઈની મહિલા કાઉન્સેલર દ્વારા પીડિત મહિલાનાં પ્રશ્નને અસરકારકતાથી કાઉન્સિલગ દ્વારા હલ કરી પારિવારિક બિનજરૂરી તકરારમાં સમાધાન કરાવી તેમજ ઘણા સમયથી હિંસાનો ભોગ બનનાર મહિલાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાવવી આશ્રય અપાવવામાં આવી રહ્યો છે. કિશોરી, યુવતી, પરિણીત મહિલાઓ કે સિનિયર સિટીઝનને 24 કલાક વિનામૂલ્યે સેવા પહોચાડવામાં આવી રહી છે. આ ઉપરાંત બિનજરૂરી કોલ મેસેજ, આપઘાતના પ્રયાસ, કામનાં સ્થળે જાતીય સતામણી, લગ્નેત્તર અને બાહ્ય સંબંધો, માનસિક અસ્વસ્થ વગેરે પ્રકારના મહિલાલક્ષી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની દિશામાં કાર્યરત છે.

વર્ષ-2021 દરમિયાન ડાંગ જિલ્લામાંથી કુલ 407 મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ-માર્ગદર્શન અને બચાવવા કોલ કર્યા હતા. જેમાંથી ગંભીર પ્રકારનાં 255 જેટલા કેસમાં સ્થળ પર પહોંચી અભયમ રેસ્ક્યુ ટીમ દ્વારા મદદ પહોચાડી આશીર્વારૂ૫ બની છે. 181 મહિલા ટીમની સરાહનીય કામગીરીને ડાંગ જિલ્લાની મહિલાઓ અને લોકોએ બિરદાવી છે. વર્ષ દરમિયાન 199 જેટલા કેસોમાં સમાધાન કરાવાયું છે. 19 કેસમાં જરૂર જણાતા પોલીસ ફરિયાદ અપાવવામાં મદદરૂપ બની હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં 181 મહિલા હેલ્પલાઇન થકી મહિલાઓ િસક્યોર થઈ છે. તંત્ર દ્વારા કરાયેલી આ સરાહનીય કામગીરીને લઇને અનેક મહિલાઓના જીવ પણ બચ્યા છે અને કર્મચારીઓએ તેમના આશિર્વાદ પણ મેળવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ લોકોને મદદરૂપ થાય તેવા પ્રયાસો કરવામાં આવતા રહ્યાં છે. તેનો આ એક દાખલારૂપ િકસ્સો છે. અગાઉ નાના મોટા ઝઘડાઓ મોટુ સ્વરૂપ ધારણ કરી લેતા હતા અને તેના કારણે ક્રાઈમ રેટમાં પણ વધારો થતો હતો. પરંતુ 181 મહિલા હેલ્પલાઇનના કારણે હવે ક્રાઇમ રેટ પણ ઘટ્યો છે. મહિલા ઉપર થતાં અત્યાચાર અને દુરાચાર નાથવા માટે મહિલાઓ દ્વારા હવે 181નો સહારો લેવાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...