તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ડાંગ જિલ્લામાં ગુજરાત રાજ્ય બહારથી આવતા મુસાફરોના કોરોના ટેસ્ટ કરાશે

આહવા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડાંગ જિલ્લા વહીવટી તંત્ર 100 ટકા વેક્સિનેશન માટે પ્રતિબદ્ધ

મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલા ડાંગ જિલ્લામા \’કોરોના\’ ને પ્રવેશતો રોકવા માટે સઘન ચેકીંગ અભિયાન સાથે, ડાંગ જિલ્લામાંથી જિલ્લા બહાર જતા શ્રમિકોના ફરજીયાત વેક્સિનેશનને પ્રાધાન્ય આપવાનો લક્ષ નિર્ધાર કરતા કલેકટર ભાવિન પંડ્યાએ ડોર ટુ ડોર વેક્સિનેશન માટે પણ વિશેષ અભિયાન હાથ ધરાયું હોવાનું જણાવ્યું હતું.

જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપતા કલેક્ટરે સરહદી ડાંગ જિલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ્સ ઉપર આરોગ્ય અને પોલીસની ટીમ સતત કાર્યરત કરીને નિયમોનુસાર ટેસ્ટિંગની કાર્યવાહી હાથ ધરવા સાથે, ડાંગ બહાર જતા શ્રમિક પરિવારો ફરજીયાત રસી લે તે સુનિશ્ચિત કરવાની પણ હિમાયત કરી હતી. જિલ્લાની તમામ શાળાઓના શિક્ષકો અને તેમના પરિવારજનો પણ ફરજિયાત રસી લે તે આવશ્યક છે તેમ જણાવતા કલેક્ટરે શાળા સંચાલકો અને પ્રિન્સિપાલો ઉપરાંત શેરડીના કારખાનાના સંચાલકો આ બાબતે વિશેષ જવાબદારી અદા કરશે, તેમ જણાવ્યું હતું. ડાંગ જિલ્લામાં 100 ટકા વેક્સિનેશન થાય તે માટે તમામ આરોગ્ય કર્મચારીઓ, મેડિકલ ઓફિસરોની રજા રદ કરીને ડોર ટુ ડોર રસીકરણ અભિયાન હાથ ધરાઈ રહ્યું છે તેમ જણાવતા જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપીન ગર્ગે વેક્સિનેશનની કામગીરી માટે માઈક્રોપ્લાન તૈયાર કર્યો હોવાનુ જણાવ્યું હતું.

સમયબદ્ધ આયોજન, પરસ્પર સંકલન, અને સહયોગ સાથે જિલ્લાના તમામ વિભાગો કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે અમોઘ શસ્ત્ર એવા રસીકરણ અભિયાનમાં વિશેષ જવાબદારી અદા કરશે તેમ પણ આ ઉચ્ચાધિકારીઓએ વધુમા જણાવ્યું હતું. બેઠકમા ઉપસ્થિત નાયવ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે જિલ્લાના ચેકીંગ નાકાઓ ઉપર વિશેષ લક્ષ કેન્દ્રિત કરવા સાથે સઘન ચેકીંગ અભિયાન હાથ ધરાશે તેમ ઉમેર્યું હતુ. જિલ્લા સેવા સદનમાં યોજાયેલી વિશેષ બેઠકમા નિવાસી અધિક કલેકટર પદ્મરાજ ગામીત સહિત પ્રાંત અધિકારી કાજલ ગામીત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.બી.ચૌધરી સહિતના સબંધિત અધિકારીઓએ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...