તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ડાંગ જિલ્લામાં નવા 6 કેસ સામે 5 દર્દી રિકવર થયા, કુલ 10,099 દર્દી ઘરે જ સાજા થયા

આહવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુલ કેસનો આંક 628, એક્ટિવ 78

ડાંગ જિલ્લામાં કોરોનાનાં સંક્રમણમાં ઘટાડો નોંધાવાની સાથે શુક્રવારે નવા 6 કેસ સામે આવતા કુલ આંક 628 પર પહોંચ્યો છે. ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામાં કુલ 628 કેસ નોંધાઇ ચૂક્યા છે. શુક્રવારે 5 દર્દી સાજા થતા તેઓને રજા આપવા આવી છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં 550 દર્દીને રજા અપાઈ છે. જ્યારે 78 કેસ એક્ટિવ રહ્યા છે. આ એક્ટિવ કેસ પૈકી 7 દર્દી આહવાની સિવિલ હોસ્પિટલમા, 8 દર્દી કોવિડ કેર સેન્ટર (સેવાધામ) અને 63 દર્દીને હોમ આઇસોલેશનમાં રાખવામા આવ્યા છે.

કોરોના સંક્રમણ’ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 773 વ્યક્તિને હોમ કવોરન્ટાઈન કરાયા છે. જ્યારે 10,099 વ્યક્તિના હોમ કવોરન્ટાઈન પૂર્ણ થયા છે. ડાંગમાં કોરોનાનું સંક્રમણ ઘટતા તંત્રને રાહત થઈ છે. શુક્રવારે આહવાના 22 અને 28 વર્ષીય યુવક, વઘઇના 30 અને 35 વર્ષીય યુવક, સરવરની 45 વર્ષીય મહિલા, લહાનકડમાળનો 45 વર્ષીય યુવાન પોઝિટિવ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...