કસ્ટોડિયલ ડેથ પ્રકરણ:કસ્ટોડિયલ ડેથમાં મૃતકોના પરિવારને સરકારની 3-3 લાખની સહાય

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચીખલી પોલીસ મથકમાં કસ્ટોડિયલ ડેથમાં મૃત્યુ પામેલ યુવાનોનાં પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા 3-3 લાખની સહાય આપી હતી.\nથોડા સમય પૂર્વે ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં રહેતા બે આશાસ્પદ યુવાન રવિ સુરેશભાઈ જાધવ અને સુનિલ સુરેશભાઈ પવારનું નવસારીનાં ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ થતા આ પ્રકરણને લઈને આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

આદિવાસી સંગઠનોનાં આંદોલનો અને રજૂઆતનાં પગલે ચીખલી પોલીસ મથકનાં જવાબદાર છ પોલીસકર્મી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગરીબ આદિવાસી યુવકોની અપમૃત્યુની ઘટનામાં રાજય સરકારે મૃતકનાં પરિવાર પ્રત્યે સંવેદના દાખવીને મૃતકોનાં પરિવારજનોને ત્રણ-ત્રણ લાખની સહાય ચૂકવવાનો નિર્ણય લીધો હતો. જે નિર્ણય બાદ શનિવારે બંને યુવકના પરિવારજનોને સંગઠન પ્રભારી સીતાબેન નાયક, ધારાસભ્ય વિજયભાઇ પટેલ, જિલ્લા પ્રમુખ મંગળભાઇ ગાવિત, મહામંત્રી કિશોરભાઇ ગાવિત સહિત ભાજપી કાર્યકરોની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાય અને ડાંગ જિલ્લા પોલીસવડા રવિરાજસિંહ જાડેજાનાં હસ્તે ત્રણ-ત્રણ લાખનું વળતર ચુકવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...