તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી માહોલ:ગિરિમથક સાપુતારામાં રવિવારે પ્રવાસીઓનું ઘોડાપૂર

આહવા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રવાસીઓએ વરસાદી માહોલની સાથે ગાઢ ધુમ્મસભર્યા વાતાવરણનો આસ્વાદ માણ્યો

ડાંગ જિલ્લાનાં આહવા, વઘઇ અને સાપુતારા સહીતનાં પંથકોમાં ગતરોજ રાત્રીનાં અરસા અને દિવસ દરમ્યાન સમયાંતરે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણીનાં દ્રશ્યો રેલાયા હતા. ગિરિમથક સાપુતારામાં રવિવારે પણ પ્રવાસીઓનું ઘોડાપૂર ફરવા આવેલ પ્રવાસીઓએ વરસાદી માહોલની સાથે ગાઢ ધુમમ્સીયા વાતાવરણનો આસ્વાદ માણ્યો હતો.

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં મેઘમહેરે લાંબો વિરામ લેતા ડાંગી ખેડૂતો વીંટબણામાં મુકાયા હતા. પરંતુ ગતરોજ શનિવારનાં સાંજનાં અરસાથી ડાંગ જિલ્લામાં ધીમી ધારે વરસાદી માહોલે દસ્તક દેતા ખેડૂતો ગેલમાં આવી ગયા છે. ડાંગ જિલ્લાનાં આહવા, વઘઇ અને સાપુતારા સહીત પૂર્વપટ્ટી અને સરહદીય ગામડાઓમાં શનિવારે રાત્રીનાં અરસામાં તેમજ રવિવારે દિવસ દરમ્યાન સમયાંતરે થોડાક સમય માટે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણીનાં નીર રેલાયા હતા. ડાંગ જિલ્લામાં શનિવારે રાત્રીનાં અરસામાં પડેલ ધોધમાર વરસાદનાં પગલે જંગલ વિસ્તારનાં કોતરડા, વહેળાઓમાં નવા નીર આવ્યા હતા. જ્યારે ડાંગી ખેડૂતોનાં ક્યારડાઓ પાણીથી ભરાયા હતા.

ડાંગ જિલ્લાનાં વઘઇ પંથકમાં એક ઈંચ જેટલો વરસાદ પડતા ગીરાધોધ ધીમી ગતિએ લયમાં આવી ધબકતો જોવા મળ્યો હતો. રવિવારે ગીરાધોધ અને બોટનીકલ ગાર્ડન વઘઇ ખાતે પણ પ્રવાસીઓનો જનસેલાબ ઉમટી પડતા ઉમટી સ્થાનિક ધંધાર્થીઓનાં બખા થઈ જવા પામ્યા હતા. જેમાં ગિરિમથક સાપુતારા ખાતે કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણવા રવિવારે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ઠેરઠેર હાઉસફુલનાં પાટિયા ઝૂલી ઉઠ્યા હતા. ગિરિમથક સાપુતારા ખાતે બપોરનાં અરસામાં વરસાદી માહોલની સાથે સમગ્ર સ્થળો ઉપર દુધિયા રંગની ગાઢ ધુમમ્સીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતા ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.

રવિવારે વિકેન્ડની રજાઓને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓનો કાફલો નાના મોટા વાહનો સાથે ઉમટી પડતા અહી દરેક સ્થળોએ સમયાંતરે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થવા પામ્યુ હતુ, પરંતુ ડાંગ વહીવટી તંત્ર સહીત પોલીસની ટીમો સાપુતારા ખાતે દિવસભર તૈનાત રહેતા અહી દરેક સ્થળોએ વાહનવ્યવહાર પૂર્વરત રહયો હતો. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમ્યાન વઘઇ પંથકમાં 25 મિમી અર્થાત 1 ઈંચ, સાપુતારા પંથકમાં 24 મિમી અર્થાત 1 ઈંચ, જ્યારે સૌથી ઓછો સુબિર પંથકમાં 04 મિમી તથા સોથી વધુ આહવા પંથકમાં 81 મિમી 3.24 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...