દારૂ જપ્ત:કોશમાળ ગામેથી પોલીસે બાઇકના ચોર ખાનામાંથી દારૂ ઝડપી પાડ્યો

આહવા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બૂટલેગરના શરીરે સેલોટેપથી વિંટાળેલી દારૂની બોટલ મળી

ડાંગ જિલ્લાનાં વઘઇ પોલીસની ટીમે કોશમાળ ગામનાં જાહેર રસ્તા પરથી બાઈક પર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ જનાર એક કિમીયાબાજ શખસની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડાંગ જિલ્લાનાં પોલીસવડા રવિરાજસિંહ જાડેજાનાં સૂચનાનાં પાલન સહ વઘઇ પોલીસ મથકનાં હદ વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારબદીને નેસ્તાનાબૂદ કરવા વઘઇના પીએસઆઈ ડી.ડી.વસાવાનાં માર્ગદર્શન હેઠળ શનિવારે પોલીસકર્મી રમણિક મકવાણા, વિજયસિંહ રામદેવસિંહ, સંજયસિંહ જગદીશસિંહ તથા મુનેશભાઇ માનસંગભાઇ વઘઇ પોલીસ સ્ટેશનની હદમાં સઘન પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું. અહીં પેટ્રોલિંગ દરમિયાન વઘઇ પોલીસની ટીમને બાતમી મળી હતી કે કાલીબેલ ગોદડીયા ગામ તરફથી કાળા કલરની પેશન બાઈક (નં. જીજે-21-એએફ-2578)નો ચાલક ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ કોશમાળ ગામ તરફ આવે છે. વઘઇ પોલીસની ટીમે કોશમાળ ગામ આગળ જાહેર રસ્તા પર વોચ ગોઠવી હતી.

તે દરમિયાન બાતમીવાળી બાઈક આવતા ઉભી રાખી ચેકિંગ હાથ ધરતા બાઈકની સીટ નીચે બનાવેલ ખાનામાંથી તથા પેટ્રોલ ટાંકીમાં બનાવેલ ખાનામાંથી દેશી દારૂ ટેંગો પંચ મહારાષ્ટ્ર બનાવટની 45 બોટલ તથા દેશી દારૂ ટેંગો પંચ મહારાષ્ટ્ર બનાવટની પ્લાસ્ટિકની બોટલ નંગ 113 તેમજ તેની અંગઝડતી દરમિયાન પહેરેલ જેકેટ ખોલી જોતા શરીરે સેલોટેપથી વિંટાળેલ દેશી દારુ ટેંગો પંચ મહારાષ્ટ્ર બનાવટની પ્લાસ્ટિકની બોટલ નંગ 24 મળી કુલ બોટલ નંગ 182 જેની કિંમત 10,920 તથા બાઈકની કિંમત 20,000 મળી કુલ 30,920નો મુદ્દામાલ કબ્જે કરી કિમીયાબાજ બૂટલેગર હરિન્દ્ર પટેલ (ઉ.વ.25 રહે. સિણધઇ)ની અટક કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...