કોરોના બેકાબૂ:ડાંગમાં વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ નોધાયા

આહવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લામાં શનિવારે વધુ ચાર નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે. ડાંગ જિલ્લાનાં ઇસદર ગામનો 47 વર્ષીય યુવાન, આહવામાં 30 અને 32 વર્ષીય યુવાન તેમજ શામગહાનમાં વેલ્ડીંગનુ કામ કરનાર 40 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 54 થઇ છે. જેમાંથી હાલમાં 20 દર્દી આહવા કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 34 દર્દી સાજા થઇ જતા તેઓને રજા અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...