તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોજદારમાંથી હવાલદાર થવા જેવાે ઘાટ:ડાંગના પૂર્વ ધારાસભ્ય ગાવિતે જિ.પં. સભ્ય માટે ફાેર્મ ભર્યું

આહવા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કાેંગ્રેસના પૂર્વ નેતાઓ ભાજપના પટમાં

ડાંગ જિલ્લા કોંગ્રેસનાં કદાવર નેતા અને માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવિત ડાંગ જિલ્લામાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. તેઓઅે જિલ્લા પંચાયતની કોશિમદા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરતા ફોજદારમાંથી હવાલદાર બનશે તેવાે ઘાટ સર્જાયાે છે. આ ઉપરાંત કોંગ્રેસના માજી બાંધકામ અધ્યક્ષ ચંદર ગાવિત, માજી સિંચાઈ સમિતિના અધ્યક્ષ નિલેશ બાગુલ અને જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ હરીશ બચ્છાવે પણ ભાજપના મેન્ડેટ ઉપર શુક્રવારે ફોર્મ ભરતાં ડાંગ જિલ્લાનાં રાજકારણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે.

વિજય મુહૂર્તમાં વઘઇ તાલુકાના ચૂંટણી અધિકારીને પોતાનું ફોર્મ સુપ્રત કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, મંગળ ગાવિત 1988માં સરપંચ તરીકે અને ત્યારબાદ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બાદ બે ટર્મ સુધી ડાંગના ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યાં છે. તો બીજી તરફ કૉંગ્રેસને રામરામ કરી ભાજપમાં જોડાનાર કદાવર નેતા ચંદર ગાવિતે શામગહાન જિલ્લા સીટ માટે ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું હતુ. જ્યારે હરીશભાઈ બચ્છાવે વઘઇ જિલ્લા સીટ તો નિલેશભાઈ બાગુલ દ્વારા સુબિર જિલ્લા સીટ ઉપર કમળનાં મેન્ડેટ ઉપર ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો