પેરાગ્લાયડીંગ એડવેન્ચર:સાપુતારામાં પ્રથમ વખત પેરામોટર અને હોટ એરબલૂનની ઉડાન શરૂ

આહવા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગિરિમથક સાપુતારા ખાતે ડાંગ જિલ્લા પેરાગ્લાયડીંગ એડવેન્ચર એસોશીએશન સાપુતારાના નેજા હેઠળ પ્રથમ વખત પ્રવાસીઓનાં મનોરંજન માટે પેરામોટર અને હોટ એરબલૂનનો શુભારંભ કરાયો હતો. રવિવારે પ્રવાસીઓએ પેટ્રોલ પર સંચાલિત પેરામોટર અને એરબલૂનમાં બેસી હવાઈ સફરની મજા માણી હતી.

રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કુદરતી સૌંદર્યનાં કારણે પ્રખ્યાત છે. હાલમાં શિયાળાની ઠંડી અને દિવાળી વેકેશનમાં ગિરિમથક સાપુતારાનાં કુદરતી સૌંદર્યનાં આસ્વાદને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહે છે. દિવાળી વેકેશનમાં ફરવા આવતા પ્રવાસીઓ માટે સાપુતારા ખાતે પેરાગ્લાયડીંગ, બોટિંગ, રોપવે સહિત અનેક એડવેન્ચર એક્ટિવિટી ઉપલબ્ધ જોવા મળે છે.

હાલમાં રવિવારથી ડાંગ જિલ્લા પેરાગ્લાયડીંગ એડવેન્ચર એસોસિયેશન સાપુતારાનાં નેજા હેઠળ પ્રવાસીઓ માટે પેટ્રોલથી સંચાલિત પેરામોટર અને એરબલૂનની હવાઈ સફરનો હેલિપેડ ખાતે શુભારંભ કરાવતા એડવેન્ચર રસિયાઓનો ઉન્માદ બેવડાયો હતો. ગિરિમથક સાપુતારાના હેલિપેડ પર પ્રથમ વખત નવલા નજરાણા સ્વરૂપે પ્રારંભ થયેલ પેરામોટર એડવેન્ચર અને એરબલૂન એડવેન્ચરમાં ફરવા આવેલ પ્રવાસીઓએ હવાઈ સફર કરી કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણ્યો હતો. સાપુતારામાં નવા પ્રકલ્પો શરૂ થતાં સ્થાનિક નવાગામ સહીત સાપુતારાનાં યુવાનોને નવી રોજગારીની તકો મળવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...