તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ડાંગમાં સતત પાંચમા દિવસે વરસાદી માહોલ, સાપુતારામાં પ્રવાસીઓ ઉમટ્યાં

આહવા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમણ અટકાવવા બોટિંગ, રોપ-વે અને એડવેન્ચર એક્ટિવિટી બંધ

ડાંગ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ધીમી થતા કુદરતી સૌંદર્ય અને વરસાદી માહોલને માણવા ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં હતા. કોરોનાની મહામારીને લઈને સાપુતારામાં પ્રવાસીઓની ભીડ એકત્રીત નહીં થાય તથા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે ડાંગ પોલીસ દ્વારા દરેક જોવાલાયક સ્થળોએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈને પ્રવાસીઓને નિયમોનું પાલન કરવા અનુરોધ કરાયો છે. ડાંગમાં આજે પાંચમા દિવસે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો.

આહવાથી ગલકુંડ જતા રોડ પર ગોસાઇના આંકડા નજીક આહવાના ઘાટમાં મોટો પથ્થર રસ્તા પર આવી જતા અકસ્માતનો ભય ફેલાયો હતો. ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે જૂન મહિનાનાં પ્રારંભથી જ મેઘ મહેર જનજીવન પર મહેરબાન થતા અહી સતત પાંચ દિવસથી વરસાદ જોવા મળી રહ્યો છે. ડાંગના સાપુતારા, શામગહાન, ગલકુંડ, આહવા, બોરખલ, લિંગા, આહવા, સુબીર, વઘઇ તેમજ પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોનાં ગામડામાં છેલ્લા પાંચ દિવસથી વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે. ડાંગમાં ખેડૂતો ચાલુ વર્ષે વહેલા ખેતીની તૈયારીમાં જોતરાઈ ગયા છે. વરસાદને પગલે જાહેર માર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળી હતી.

સાપુતારામાં સતત પાંચમા દિવસે બપોર બાદ વરસાદી માહોલ યથાવત રહેતા અહીં સમગ્ર જોવાલાયક સ્થળો ખુશનુમામય બની જવા સાથે વરસાદી માહોલની સાથે સર્જાયેલા ગાઢ ધુમ્મસીયા વાતાવરણને પગલે આહલાદક વાતાવરણની અનુભૂતિ થઈ હતી. ડાંગમાં કોરોનાની બીજી લહેર હળવી થતા સાપુતારામાં હોટલો અને લારીગલ્લા ખુલ્લી જતા શનિ-રવિની રજામાં પ્રવાસીઓનો પગરવ ચાલુ થઈ ગયો છે.

સાપુતારામાં શનિવારે કુદરતી સૌંદર્ય અને વરસાદી માહોલને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં હતા. સાપુતારામાં કોરોનાનું સંક્રમણ નહીં ફેલાય તે માટે સાપુતારા નોટિફાઈડ કચેરીનાં ચીફ ઓફિસર ધવલ સંગાડા દ્વારા ભીડ એકત્રિત કરતા સ્થળોમાં બોટિંગ અને રોપવે સહિત અન્ય એડવેન્ચર એક્ટિવિટી બંધ રાખવાનાં આદેશો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...