તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યચૂંટણી આયોગ દ્વારા ચુંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજય ચુંટણી આયોગ દ્વારા આદર્શ આચારસંહિતા બાબતની માર્ગદર્શક સુચનાઓ બહાર પાડી તેનો અમલ કરવા સુચના અપાઇ છે. સક્ષમ અઘિકારીની મંજુરી વિના અનઅઘિકૃત રીતે મળેલ સભા કે સરઘસ ઉ૫ર યોગ્ય પ્રતિબંઘ મુકવો જરૂરી જણાય છે. જેને અનુલક્ષીને ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ટી.કે.ડામોર દ્વારા ડાંગ જિલ્લાના તમામ વિસ્તાર માટે કેટલીક સૂચનાઓ જારી કરવામા આવી છે. જે મુજબ, કોઈપણ વ્યકિત કે વ્યકિતઓએ સક્ષમ અઘિકારીની પરવાનગી વિના કોઈ સભા બોલાવવી નહીં કે સરઘસ કાઢવું નહીં.
કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વારા સભા કે સરઘસનું આયોજન કરતા પહેલા સક્ષમ અઘિકારીની ૫રવાનગી મેળવવાની રહેશે. ઉમેદવાર ઉમેદવારી પત્રો ભરવા કે ઉમેદવારી પત્રોની ચકાસણીમાં કે ચૂંટણી પ્રતિકની ફાળવણીની પ્રક્રિયામાં હાજરી આપવા માટે ચૂ્ંટણી અઘિકારીની કચરીમાં જાય ત્યારે મોટા સરઘસ સ્વરૂપે જવું નહીં. જયાં એક પક્ષે સભા યોજી હોય એવા સ્થળોએ બીજા પક્ષે સરઘસ લઈ જવું નહીં. તેમજ ખલેલ પહોંચાડવી નહીં.
ચૂંટણીની સભા, સરઘસ અને રેલીમાં સ્થાનિક કાયદા અને અમલમાં હોય તે પ્રતિબંઘક હુકમને આઘિન ઘ્વજ, બેનર્સ કે કટ આઉટ રાખી શકશે. આવા સરઘસમાં પક્ષે કે ઉમેદવારે પુરા પાડેલ ટોપી, માસ્ક, સ્કાર્ફ વગેરે પહેરી શકાશે. પરંતુ પક્ષે પુરા પાડેલ સાડી, શર્ટ જેવા મુખ્ય વસ્ત્રો પહેરી શકાશે નહીં.
આ હુકમ આટલા કિસ્સામાં લાગુ પડશે નહીં
લગ્નનના વરઘોડા, સીનેમામાં ટાઉન હોલમાં, સ્મશાન યાત્રામાં, એસ.ટી.બસમાં, રેલ્વેમાં મુસાફરી માટે કે મંદિર, મસ્જીદ કે, દેવળમાં પ્રાર્થના માટેના શુઘ્ઘ આશયથી જતી વ્યક્તિઓને લાગુ પડશે નહી.સભા અને સરઘસની ૫રવાનગીથી યોજાતા સભા કે સરઘસમાં જતી, ભાગ લેતી વ્યક્તિઓને લાગુ પડશે નહી. આ હુકમ તા.06/02/2021 થી તા.06/03/2021 સુધી ડાંગ જિલ્લા હસ્તકના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.