તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સાપુતારા સર્કિટ હાઉસમાં જુગાર અને દારૂની મહેફિલ માણતાં ઉદવાડાના પાંચ ઝડપાયા

વાપી\આહવા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • અમેરિકા જવા પૂર્વે મિત્રોને પાર્ટી આપી હતી, દમણથી દારૂ લઇ ગયા હતા
 • દારૂની 5 બોટલ, 5 મોબાઇલ, એક કાર મળી કુલ 4.63 લાખનો મુદામાલ કબજે

પર્યટન સ્થળ ડાંગના સાપુતારા ગિરિમથક સ્થિત સરકીટ હાઉસમાં બુધવારે રાત્રીએ પોલીસે રેઇડ કરીને દારૂની મહેફિલ અને જુગાર રમતાં પારડી ઉદવાડા અને મોતીવાડાના પાંચ ઇસમોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી મુદ્દામાલ અને એક કાર કબજે લીધી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ દારૂ અને જુગાર રમતાં ઝડપાયેલા આરોપી પૈકી એક આરોપીએ અમેરિકા જવા પૂર્વે તેમના મિત્રોને સાપુતારામાં પાર્ટી આપી હતી. દારૂનો જથ્થો તેઓ દમણથી લઇ ગયા હતા. પોલીસે 4.63 લાખના મુદ્દામાલ કબજે લઇ એકને વોન્ટેડ જાહેર કર્યો છે. 22 માર્ચથી 1 એપ્રિલ સુધી સ્પેશિયલ પ્રોહીબિશન-જુગાર અંતર્ગત ડ્રાઈવ જાહેર કરવામાં આવેલ છે. જે પ્રોહીબિશન જુગાર ડ્રાઈવ અનુસંધાને ડાંગ જિલ્લાનાં એસપી રવીરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાનાં એલસીબી પીએસઆઈ પી.એચ.મકવાણાની પોલીસ ટીમે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ.

બુધવારે રાત્રે જુગાર પ્રોહીબિશનને ડામવા સર્ચ પ્રવૃત્તિ હાથ ધરી હતી. જે દરમ્યાન એલસીબી પોલીસની ટીમને સાપુતારા સર્કિટ હાઉસ ખાતેનાં રૂમ. ન.5નાં મહાલખંડમાં અમુક ઈસમો દારૂની મહેફિલ સાથે જુગાર રમી રહ્યાની બાતમી પોલીસની ટીમે બાતમીનાં આધારે સરકારી રૂમમાં પ્રવેશ કરવા અને ઝડતી માટે વોરંટ ઇસ્યુ કરી રેડ કરતા પાંચ ઇસમો દારૂની મહેફિલ માણતાં અને તીનપત્તીનો જુગાર રમતાં ઝડપાયા હતા.

જ્યારે આ ઈસમો સાથેનો છઠ્ઠો ઈસમ હેમંતભાઈ મોહનભાઇ પટેલ.રે મોતીવાડા તા.પારડી જે નાસી છૂટતા વોન્ટેડ જાહેર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ પાંચ પૈકી એક આરોપી ટૂંક સમયમાં જ અમેરિકા જવાનો હોવાથી મિત્રોને પાર્ટી આપવા સાપુતારા આવ્યા હતા. પાંચ ઈસમોની ધરપકડ કરી તીનપતીનો જુગાર રમતા દાવ પર લગાવેલ રોકડ રૂપિયા 650 અંગ ઝડતીનાં 24,400 તથા 5 નંગ મોબાઈલ જેની કિંમત 12,000 તેમજ દારૂની નાની મોટી બોટલો નંગ-05 જેની કિંમત 2,140/- તથા સ્વિફ્ટ ડીઝાયર કાર નંબર જીજે 15 સીએચ 1141ની કિંમત 4,00,000 મળી કુલ 4,63,190નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ ઇસમો મહેફીલ માણતા ઝડપાયા
(1) પ્રકાશભાઈ મણિલાલભાઈ પટેલ ઉ.48.રહે. ઝંડાચોક પાસે ઉદવાડા તા.પારડી જી વલસાડ (2) રાકેશભાઈ છીબુભાઈ પટેલ.ઉ.51.રે.ઝંડાચોક ઉદવાડા (3) ધર્મેશભાઈ ગુણવંતરાય દેસાઈ.ઉ.54 રે.પલસાણા (4) જીતેન્દ્રભાઈ ચુનીલાલ શાહ ઉ.60 રે.ઝંડાચોક ઉદવાડા (5) રમેશભાઈ હિરાભાઈ પટેલ.ઉ.65 રે.પલસાણા નાઓ દારૂની મહેફિલમાં હારજીતનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. હાલમાં ડાંગ એલ.સી.બી.પોલીસની ટીમે ઝડપી પાડયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો