તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરૂ નિષ્ફળ જવાની ભીતિ:ડાંગમાં છેલ્લા 1 સપ્તાહથી વરસાદે વિરામ લેતા ખેડૂતો દુવિધામાં મૂકાયા

આહવા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોના મોંઘા બિયારણનું ધરૂ નિષ્ફળ જવાની ભીતિ

ડાંગ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલે વિરામ લેતા ડાંગી ખેડૂતો દુવિધામાં મૂકાઈ ગયા છે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જો લંબાશે તો ખેડૂતોનાં મોંઘા બિયારણનું ધરૂ નિષ્ફળ જવાની ભીતિ ઉદભવી છે.

રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે જૂન મહિનાનાં પ્રથમ દિવસથી જ વરસાદી માહોલ જામ્યો હતો. જૂન મહિનામાં વરસાદી માહોલે ધીમી ધારનાં સ્વરૂપે વરસવાનું યથાવત રાખતા ડાંગી ખેડૂતોએ હોંશે હોંશે મોંઘા બિયારણની ખરીદી કરી ખેતરોમાં ઓરી દીધા હતા. હાલમાં ડાંગી ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં ઓરાયેલા બિયારણનાં ધરુ રોપણીલાયક થઈ ગયા છે, તેવામાં ડાંગમાં હાલમાં એક સપ્તાહથી વરસાદી માહોલે વિરામ લેતા ડાંગી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ડાંગી ખેડૂતોનાં ધરૂને હાલમાં વરસાદી પાણી નહીં મળતા ખેડૂતો બેબાકળા બની ગયા છે. જો એક સપ્તાહ સુધી આવી જ સ્થિતિ રહેશે તો ખેડૂતોનાં મોંઘા બિયારણનાં ધરૂ નિષ્ફળ જવાની ભીતિ વર્તાઈ છે. હાલમાં ધરૂને બચાવવા ડાંગી ખેડૂતોએ મેઘમહેર સામે મીટ માંડી છે. જિલ્લામાં અગાઉ ધોધમાર વરસાદ ઝીંકાયા બાદ છેલ્લું એક સપ્તાહ કોરું કાઢતા હવે ખેડૂતોની મૂંઝવણ દિવસે દિવસે વધી રહી છે. વહેલી તકે વરસાદ ન પડે તો આર્થિક નુકસાનની ભીતિ પણ ખેડૂતોમાં વર્તાય રહી છે.

અન્ય સમાચારો પણ છે...