તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:જોગથવા-પિપલદહાડ રસ્તાનું ધોવાણ, વાહનચાલકોને જોખમ

આહવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં સુબીરથી પીપલદહાડ જોગથવાને જોડતો રસ્તો વરસાદમાં ધોવાઈ જતા વાહનો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. રસ્તો બિસ્માર બની જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.

ડાંગ જિલ્લામાં રસ્તાના કામોમાં નાળા બાંધકામોમાં નકરી વેઠ ઉતારવામાં આવે છે. કોન્ટ્રાક્ટર દ્વારા ગોબાચારી આચરી હલકી કક્ષાનું કામ કરવામાં આવે છે, જેને લઇ ચોમાસામાં વરસાદ પડતા રસ્તાનુ ધોવાણ થઈ જાય છે. સુબીર તાલુકાના સુબીરથી પીપલદહાડ મુખ્ય રસ્તાથી જોગથવા-પીપલદહાડને જોડતો રસ્તો ચોમાસામાં ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો છે. અહીંથી વાહનચાલકો જીવના જોખમે વાહનો કરવા પડતા હોય વાહનચાલકો તેમજ સવાર લોકોના જીવ તાળવે ચોંટી જાય છે અને અકસ્માત થવાની ભીતિ રહેલી છે. આ રસ્તો ખુબ જ બિસ્માર બની ગયો છે. નાળા પર મોટા ભુવા પડી ગયાં છે. રસ્તા પર બનાવવામાં આવેલ નાળા પણ તૂટી ગયાં છે. અહીંથી પસાર થતાં વાહનચાલકો જીવનાં જોખમે અહીંથી પસાર થવું પડે છે અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...