તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાપુતારામાં સહેલાણીઓનો ધસારો:રોપવે, પેરાગ્લાઈડિંગ, બોટીંગ અને એડવેન્ચરનો આનંદ માણ્યો

આહવા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રવાસીઓ વધતા બંધ પડેલા ધંધા રોજગારને વેગ

રાજ્યનું એકમાત્ર હવાખાવાનું સ્થળ એટલે ગિરિમથક સાપુતારા કુદરતે અહી છુટા હાથે મનમોહક સૌંદર્ય વેરી દીધુ છે. જેમાંય ચોમાસામાં સાપુતારાની ગિરિકંદરાઓ ઉપર જ્યાં પણ અમીદૃષ્ટિ ફેલાવો ત્યાં નયનરમ્ય દૃશ્યો નિહાળવા મળે છે.

ગિરિમથક સાપુતારામાં ઋતુચક્રનો રંગીન મિજાજ સમયાંતરે બદલાયા કરે છે. ક્યારેક અહી પાછોતરો વરસાદ તો ક્યારેક અહી ઠંડકમય શીત લહેર ધરાવતુ વાતાવરણ તો ક્યારેક અહી હળવા તડકાનાં દૃશ્યોવાળુ વાતાવરણ તો ક્યારેક ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ફરવા આવેલ પ્રવાસીઓ માટે બેનમૂન દૃશ્યો રજૂ કરે છે.

કોરોનાની મહામારીમાં સરકારની ગાઈડલાઈન મુજબ પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત ગિરિમથક સાપુતારામાં પ્રવાસન સ્થળો બંધ કરાયા હતા, જે બાદ હવે કોરોના ગાઈડલાઈન પ્રમાણે પ્રવાસન સ્થળો ખુલતા પ્રવાસીઓ ગિરિમથક સાપુતારામાં ઊમટી પડ્યાં છે અને ઠંડકમય વાતાવરણમાં પ્રવાસીઓએ ઘોડેસવારી, ઊંટસવારી, બાઇક રાઈડીંગ, પેરાગ્લાઈડીંગ, બોટીંગ, રોપવે એડવેન્ચર સહિતની એક્ટિવિટી માણી રહ્યા છે. પ્રવાસીઓ વધતા બંધ પડેલા ધંધા રોજગારને વેગ મળ્યો હતો.

સંક્રમણ અટકાવવા ગાઇડલાઇનનું પાલન
કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે પ્રવાસીઓની કાળજી રાખવામાં આવે છે. સ્થાનિક યુવાનો અને રોજગારી પૂરી પડાઈ રહી છે. > હરિરામ સાવંત, પ્રમુખ, પેરાગ્લાઈડીંગ એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો