તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:આહવા-નવાપુર રોડ પર ખુલ્લામાં કચરાથી ગંદકીનું સામ્રાજય

આહવા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં મુખ્ય આહવા-નવાપુર રસ્તા પર આવેલા રાજ રેસ્ટોરન્ટથી થોડાક જ અંતરે રસ્તાની બાજુમાં ખુલ્લી જમીન પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા કચરો, મરઘાનાં પીછા, આંતરડા તથા કરિયાણાનો કચરો ખુલ્લી જમીનમાં ઠાલવવામા આવતા ગંદકીનું સામ્રાજય ફેલાયું છે. હાલ વરસાદનાં કારણે અહીં દુર્ગધ આવે છે, જેથી અહીંથી પસાર થતાં રાહદારીઓ તથા સ્થાનિકો પરેશાન થઈ ગયાં છે. આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય પગલાં ભરવાં લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...