તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahwa
  • Due To Lack Of Bridges In The Villages In The Hinterland Of Dang District, Daghu Cross The River And Take The Dead Bodies To The Crematorium At The Risk Of Their Lives.

ગામડાઓમાં વિકાસ ક્યારે?:ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં પુલના અભાવે નદી પાર કરી ડાઘુઓ જીવના જોખમે મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડે છે

આહવા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લામાં 311 ગામો આવેલા છે. જેમાં આહવા અને વઘઇ નગરોને બાદ કરતાં આ સમગ્ર ડાંગ જિલ્લાના મહત્તમ ગામોમાં સ્મશાનભૂમિની વ્યવસ્થા નથી. હજુ પણ લોકો નદીના પટમાં ખુલ્લા આકાશ નીચે ભર ચોમાસે વરસાદમાં પણ સ્વજનોની અંતિમક્રિયા કરે છે. સ્મશાન ભૂમિમા સગડીની વ્યવસ્થા નહીં હોવાના કારણે મૃતદેહને કે અગ્નિદાહ આપ્યા બાદ ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ શરૂ થઇ જતા વરસાદના લીધે અડધી ચિતા ઓલવાઈ જાય છે અને અગ્નિદાહ નદીના પટમાં થતો હોય ઉપરવાસમાં ભારે વરસાદના લીધે નદીમાં પૂર આવતા અડધા સળગેલા મડદાઓ નદીના પૂરમાં તણાઈ જવાના અનેક કિસ્સા બન્યાં છે.

ડાંગના અંતરિયાળ ગામોમાં સ્મશાનભૂમિ સુધી જવા માટે રસ્તો તેમજ સગડી સાથે સ્મશાનભૂમિ બનાવી નથી. ઉપરોક્ત તસવીરમાં ડાંગ જિલ્લાના ભવાનદગડ ગ્રામ પંચાયતમાં આવતા ખાપરી ગામે શીવાભાઈ ગમજીભાઈ વાઘમારે (ઉ.વ. 50)નું બિમારીના કારણે મૃત્યુ થતા ગામલોકો તેમની અંતિમક્રિયા માટે ખાપરી નદી ઓળંગી ગળા સુધી ડૂબી સ્મશાનભૂમિમાં જઈ રહ્યા છે. આ ગામની વસતિ 129 છે.

અન્ય સમાચારો પણ છે...