દુર્ઘટના:સુબીરનાં બસસ્ટેન્ડ નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા દોડધામ

આહવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લામાં બે સપ્તાહ સુધી સતત વરસાદ પડતા પહાડી વિસ્તારમાંથી પસાર થતા રસ્તા પર શિલાઓ ધસી જવાના બનાવો તેમજ તોતિંગ વૃક્ષો, જૂના મકાનો તૂટી પડવાના અનેક બનાવો બન્યા છે, તેવામાં બુધવારે સુબીર તાલુકાના બસસ્ટેન્ડ નજીક વર્ષો જુનું તોતિંગ વૃક્ષ ધરાશાયી થઇ ગયું હતું. આ વૃક્ષ ધરાશાયી થતા બે પાર્કિંગ કરાયેલી બાઈક દબાઇ ગઇ હતી. માર્ગની વચ્ચોવચ તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી તેમજ રસ્તો બંધ થઇ જતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. બનાવની જાણ ડાંગ સ્ટેટ માર્ગ મકાન વિભાગનાં નાયબ કાર્યપાલક ઈજનેર અમિશ પટેલ સહિત સુબીર રેંજનાં આરએફઓ અનિલભાઈ પ્રજાપતિ તેમજ તાલુકા વિકાસ અધિકારી સી.ડી.વ્યવહારેને થતા તેઓની ટીમ ઘટના સ્થળે દોડી જઈ ધરાશાયી થયેલા વૃક્ષને માર્ગમાંથી ખસેડી માર્ગને પૂર્વવત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...