બેઠક:ડાંગ જિલ્લાના આહવામાં જિલ્લા બાળ સુરક્ષા સમિતિની બેઠક મળી

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાજેતરમા ડાંગ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિતના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના સહ અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની જિલ્લા બાળ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માહે એપ્રિલથી સપ્ટેમ્બર, 2021 સુધીની કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી, કર્મચારીઓનો પરિચય કરાવી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પરિપત્રો વંચાણે લેવામા આવ્યા હતા.

દરમિયાન જિલ્લા સ્તરે પાલક માતા પિતા યોજનાના 351 લાભાર્થીઓને દર મહિને માસિક રૂ 3000ની સહાય આપવામા આવે છે. જ્યારે રાજ્ય સરકારની ‘સ્પોન્શરશીપ યોજના’ના 64 લાભાર્થી બાળકોને માસિક રૂ3000ની સહાય મળે છે. ઉપરાંત શેરો પોઝેટીવ ઈલનેશ યોજનાના 17 લાભાર્થી બાળકોની શૈક્ષણિક સહાયની ચૂકવણી કરવામા આવી હતી.

સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, આહવા ખાતે હાલ 20 અંતેવાસી બાળકોને શિક્ષણની સુવિધા સાથે આશ્રય હેઠળ રહે છે. સાથે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કોવિડ-19ના સમયગાળા દરમિયાન માતા-પિતા બંને અવસાન પામેલ હોય તેવા, 15 અનાથ લાભાર્થી બાળકોને માસિક 4000 તથા એક વાલી ધરાવતા 135 લાભાર્થી બાળકોને માસિક 2000ની સહાય DBT મારફતે સીધા બાળકોના બેન્ક ખાતામા જમા કરાવવામા આવે છે. આ ઉપરાંત બાળ સુરક્ષા એકમ દ્વારા સમયાંતરે તાલીમ અને પ્રચાર પ્રસારથી જનજાગૃતિ કાર્યક્રમો પણ કરવામા આવ્યા છે. જેની પણ વિગતે ચર્ચા કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...