આવેદન:કોરોનામાં મૃત્યુ પામનારાના પરિવારજનોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ 4 લાખનું વળતર આપવા માગ

આહવા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ મંગળવારે આહવા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મંગળવારે આહવા મામલતદારને આવેદનપત્ર આપી કોરોનાના કારણે મૃત્યુ પામેલાના પરિવારજનોને ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક્ટ હેઠળ 4 લાખનું વળતર ચૂકવવા રજૂઆત કરાઇ હતી. ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલની આગેવાનીમાં મંગળવારે આહવા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. તેમાં જણાવ્યા પ્રમાણે કેાવિડ-19 મહામારી હાલમાં ઝડપી ફેલાવો રોકવા તાત્કાલિક ગંભીર પગલાં લેવાની સરકારને ફરજ પડી છે.

હાલના કટોકટીભર્યા સમયમાં કોવિડ-19 મહામારીમાં ગુજરાત સરકારે બેદરકારી અને અણઘડ વહીવટના કારણે કોરોનાના કપરા કાળમાં હોસ્પિટલામાં બેડ, દવાઓ, ઈન્જેકશન, ઓક્સિજન અને વેન્ટીલેટરના અભાવે ગુજરાતના 3 લાખ કરતાથી વધુ લોકોના મૃત્યુ થયા ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવારમા લાખોની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો આર્થિક પાયમાલનો સામનો કરવો પડયો હતો. પશુ અને મનુષ્ય માટે 50 હજારનું વળતરના એક સમાન ધારાધોરણ જાહેર કરી ભાજપ સરકારે અસંવેદનશીલ સરકાર હોવાનુ પુરવાર કર્યુ છે અને મૃતકના પરિવારો સાથે ક્રૂર મજાક કરી છે.

એકબાજુ સરકાર મોતના આંકડા છૂપાવવાની રમત કરી સરકારી ચોપડે નોંધાયેલ મૃતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિદ્ધ કરતી નથી. મૃતકના આધાર-પુરાવા તપાસી મૃત્યુ પ્રમાણપત્રમા સુધારા કરવા જિલ્લા દીઠ નોડલ ઓફિસરની નિમણુંક કરાતી નથી. પ્રમાણપત્રમાં મૃત્યુનુ કારણ અન્ય બીમારી લખી મૃત્યુઆંક છુપાવી રહી છે.

કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનો અને મોંઘી સારવારના કારણે આર્થિક રીતે પાયમાલ થયેલ લોકોને મદદરૂપ થવાના હેતુથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ધ્વારા કોવિડ-19 ન્યાય યાત્રાનું આયોજન છે અને તેનો હેતુ મહામારીમાં મૃતકોની વિગતો ઓનલાઈન વર્ચ્યુઅલ મેમેારિયલ પર અપલોડ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવાનો છે.

કોવિડ–19 ન્યાયયાત્રાની ચાર માંગણી કોવિડ–19થી અવસાન પામેલ દરેક મૃતક માટે 4 લાખનુ વળતર, કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડિકલ બીલની રકમની ચૂકવણી, સરકારી તંત્રની ઘેાર નિષ્ફળતાની ન્યાયીક તપાસ તથા કોવિડથી અવસાન પામેલા સરકારી કર્મચારીઓના સંતાન પરિવારજનોને કાયમી નોકરી, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-2003 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 અંતર્ગતની જોગવાઈ મુજબ કુદરતી આપદા સમયે રાહત સહાયના 4 લાખ ચૂકવવા પૈસા નથી પરંતુ બુલેટ ટ્રેન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ, ઉદ્યોગપતિઓના દેવા માફી, એરોપ્લેન–હેલીકોપ્ટર ખરીદવા કરોડો રૂપિયા વેડફવાના બદલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પ્રમાણે કોરોના મૃતક પરિવારોને 4 લાખની સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...