તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી માહોલ:ડાંગના વઘઈમાં 24 કલાકમાં સૌથી વધુ 79 મિ.મી. વરસાદ વરસ્યો

આહવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાપુતારામાં 10 મિમી, આહવામાં 36 મિમી વરસાદ નોંધાયો

ડાંગ જિલ્લામાં જૂન મહિનાનાં છેલ્લા સપ્તાહમાં વરસાદી માહોલ જામ્યો છે. ડાંગના ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી સાર્વત્રિક વરસાદ પડતા સમગ્ર વાતાવરણ ચોમાસામય બન્યું છે. ડાંગમાં ગુરુવારે આહવા પંથકમાં મધ્યમ વરસાદ નોંધાયો હતો. જ્યારે વઘઇ તાલુકાનાં ગામોમાં ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણી ફરી વળ્યાં હતા.

ડાંગનાં ગિરિમથક સાપુતારા સહિત સુબીરમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. ડાંગમાં વરસાદી માહોલનાં પગલે જંગલ વિસ્તારનાં દૃશ્યો રમણીય બની ગયા છે. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા નુસાર બુધવારે સાંજે 6 વાગ્યાથી ગુરૂવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમિયાન સુબીરમાં 12 મિમી, સાપુતારામાં 10 મિમી, આહવામાં 36 મિમી અને સૌથી વધુ વઘઈમાં 79 મિમી વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...