આપલા ડાંગ સાઠી આજ ઐતિહાસિક દીસ આહા...:રાજ્યના સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી કરતા પ્રથમ જિલ્લા તરીકે ડાંગને આજે બહુમાન પ્રાપ્ત થશે

આહવા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના મુખ્ય મથક આહવામાં આજે આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગના કાર્યક્રમમાં રાજ્યપાલ-મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે
  • જિલ્લાના 12527 ખેડૂત કુટુંબોને 6.50 કરોડની સહાય ચૂકવાઇ છે, કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે પ્રતિકરૂપે પાંચ ખેડૂતને સહાયના ચેકોનુ વિતરણ કરાશે

રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમા શુક્રવારે આહવામાં યોજાનારા ‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ કાર્યક્રમ હેઠળ, ડાંગ જિલ્લાને રાજ્યના સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી કરતા પ્રથમ જિલ્લા તરીકેનું બહુમાન પ્રાપ્ત થશે.

રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા સ્થિત પોલીસ પેરેડ ગ્રાઉન્ડમાં સવારે 10 વાગ્યે આયોજિત આ કાર્યક્રમમા રાજયપાલ અને મુખ્યમંત્રી સહિત કૃષિ, પશુપાલન, અને ગૌ સેવા સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ, ડાંગના પ્રભારી મંત્રી-વ-આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો, તથા ગ્રાહક સુરક્ષાની બાબતોના મંત્રી નરેશભાઈ પટેલ, કૃષિ-ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલ પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમા વિશેષ આમંત્રિત તરીકે વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલ, પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત અને ધારાસભ્ય વિજયભાઈ પટેલ હાજરી આપશે. આ સાથે પ્રાકૃતિક કૃષિના પ્રચારક અને કલાકાર સાંઇરામ દવે પણ અહી ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનિય છે કે, ‘સંપૂર્ણ રસાયણમુક્ત ડાંગ જિલ્લા’ હેઠળ પ્રાકૃતિક ખેતી કરતા કુટુંબો માટે 31 કરોડની નાણાંકીય સહાય યોજના ઘોષિત કરવામા આવી છે. જેમા ખેડૂત કુટુંબોને ખેત ઉત્પાદનની સંભવિત ઘટ સામે વળતર પેટે 10 હજાર પ્રતિ હેક્ટર વાર્ષિક સહાય માટે 20 કરોડની જોગવાઈ, ઉપરાંત ખેડૂતોના થર્ડ પાર્ટી ઓર્ગેનિક સર્ટિફિકેશન અને હેન્ડ હોલ્ડીંગ માટે 10 કરોડની જોગવાઈ કરવામા આવી છે. આ યોજના હેઠળ ડાંગ જિલ્લાના 12527 ખેડૂત કુટુંબોને 6.50 કરોડની સહાય ચૂકવવામા આવી છે. ‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ કાર્યક્રમ દરમિયાન રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રતિકરૂપે પાંચ ખેડૂતને સહાયના ચેકોનુ વિતરણ કરાશે.

ઉપરાંત ભારત સરકારની FPO યોજના હેઠળ 300 ખેડૂતને આ યોજના હેઠળ મેનેજમેન્ટ કોસ્ટ માટે 18 લાખ અને 2કરોડની ગેરંટી લોન, ‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ વિષયક નવ મિનિટના વિડીયો દસ્તાવેજીકરણનુ લોન્ચિગ, પ્રાકૃતિક ખેત પેદાશોના પ્રદર્શન અને વેચાણ સ્ટોલ, સરદાર પટેલ એવોર્ડ વિજેતા બે ખેડૂત કુટુંબોને એવોર્ડ, અને પ્રમાણપત્ર, તથા પ્રાકૃતિક ખેતી કરતી જિલ્લાની 300 બહેનો દ્વારા 600 કિલો ચોખા કુપોષિત બાળકો માટે આંગણવાડીઓને અર્પણ કરવામાં આવશે.

કાર્યક્રમના ભાગરૂપે ડાંગનુ વિશ્વ વિખ્યાત ડાંગી નૃત્ય પણ રજૂ કરાશે. સાથે પ્રાકૃતિક ડાંગ વિષયક ફિલ્મ ઉપરાંત અન્ય દસ્તાવેજી ફિલ્મોનુ પણ નિદર્શન કરાશે. મહાનુભાવો ડાંગના પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ-કમ-પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત પણ લેશે. સમગ્ર કાર્યક્રમની સુચારૂ આયોજન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડાંગ કલેક્ટર ભાવિન પંડયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ ડાંગ જહેમત ઉઠાવી રહી છે. ‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ કાર્યક્રમ દરમિયાન કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, અને પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત પ્રાસંગિક ઉદબોધન કરશે.

અન્ય સમાચારો પણ છે...