અનોખી સિદ્ધિ:ડાંગના કવિ ભારતભૂષણ-2021થી સન્માનિત

આહવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઈન કાવ્ય સ્પર્ધામાં ભાગ લઈ કલા સાહિત્યમાં ડાંગનો ડંકો વગાડ્યો

ડાંગ જિલ્લાનાં કેશબંધ ગામનાં યુવાન કવિ પ્રોફેસરે ડાંગને ફરી વિશ્વ સ્તરે ગૌરવ અપાવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભોપાલ દ્વારા (મધ્યપ્રદેશ)માં ડો.જયંતિલાલ. બી.બારીસની પસંદગી થઈ તેથી તેમને ભારત ભૂષણ સન્માન 2021માં સમ્માનિત કરવામાં આવ્યા. તેમને હિન્દી સાહિત્ય જગતમાં અતુલનીય યોગદાનને કારણે તેમને ‘ભારત ભૂષણ’ સન્માનથી નવાજવામાં આવ્યા છે.

ઓનલાઈન કાવ્ય સ્પર્ધામાં ભાગ લઇ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ કલા-સાહિત્ય ક્ષેત્રે ડાંગનો ડંકો વગાડ્યો છે. ડાંગના છેવાડાનાં કેશબંધ ગામનાં સામાન્ય પરિવારમાંથી આવતા કલાપ્રેમી યુવાન પ્રોફેસર ડો.જયંતિલાલ બારીસ પોતાની કલાને પ્રદર્શિત કરી રાષ્ટ્રભાષા હિન્દી સાહિત્યની અનેક સંસ્થાની ઓનલાઈન સ્પર્ધામાં ભાગ લઇને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકી ડાંગને વિશ્વ ફલક ઉપર મુકી ગૌરવ અપાવ્યું છે. ડાંગના કેશબંધ ગામના સાહિત્ય કલાપ્રેમી અને હાલમાં આર.કે.દેસાઇ કોલેજ ઓફ એજ્યુકેશન ટ્રસ્ટ વાપીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.જયંતિલાલ ભીલખાભાઇ બારીસે નામનાં કવિએ ગામ, રાજ્ય અને દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકાવ્યું છે. કેશબંધ ગામનાં સામાન્ય પરિવારમાંથી આવતા જયંતિલાલનાં પિતા ભીલખાભાઇ બારીસ વરસાદ આધારિત ખેતી કરી ગુજરાન ચલાવે છે. પ્રાથમિક શિક્ષણ ગામમાં મેળવ્યું હતું.

ધો. 10 ઉત્તર બુનિયાદી વિદ્યાવિહાર બેડી ફળિયા મઢી, ધો.12 સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ, વીર નર્મદ યુનિવર્સિટી, સુરત સંલગ્ન આર્ટસ કોલેજ આહવામાં બી.એ.નો અભ્યાસ કરી માસ્ટર ડિગ્રી ભાવનગર યુનિવર્સિટી તથા બી.એડ કડી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગર, એમ.એડ નીલકંઠ કોલેજ વિસનગર પાટણ યુનિવર્સિટી, એમ.ફીલ અને પીએચડી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગરમાં સંઘર્ષ સાથે અભ્યાસ કર્યો હતો. કોલેજ કાળ દરમિયાન સરકારી પુસ્તકાલય, આહવામાં નિયમિત વાંચન કરીને એમફીલ,પીએચડીની જાહેરાત વાંચી અને એકમાત્ર સીટ આદિવાસીનાં ક્વોટામાં હતી જે હિમ્મત રાખીને ઈન્ટરવ્યુ આપ્યુ અને 50 ઉમેદવારમાંથી તેઓની પસંદગી થઇ અને હિન્દી ભાષામાં કુકણા જનજાતિની લોકકથાઓ એક સમાજ શાસ્ત્રિય અધ્યયન વિષયે એમફીલ થયા તેમજ ગામીત અને કુકણા જનજાતિનાં લોકગીત એક અધ્યયન વિષયે પીએચડીની પદવી પ્રાપ્ત થઇ હતી.

ડો.જયંતિલાલની અત્યાર સુધી 280 રચનાઓ અને 30 આર્ટિકલ્સ તેમજ 8 પુસ્તકો પ્રકાશિત થયા છે. એટલું જ નહી તેમના રાષ્ટ્રીયસ્તર પર 15 સેમિનાર અને આંતરરાષ્ટ્રીય સ્તર પર 5 સેમિનાર કર્યા છે. આર.કે. દેસાઇ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીના ચેરમેન મીલન દેસાઇ તથા કોલેજના આચાર્ય ડો. પ્રિતીબેન ચૌહાણ, ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને સમગ્ર શિક્ષણ વિભાગે ડો. જયંતીલાલ બારીસને આ અનોખી સિદ્ધિ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...