તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:ડાંગમાં વધુ 4 કેસ સાથે બે દિવસમાં 22 સંક્રમિત થયા

આહવા5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કન્ટેઈનમેન્ટ ઝોનમાં ઘરે ઘરે સરવે

ડાંગ જિલ્લામાં મંગળવારે વઘઇ તાલુકાનાં કાલીબેલની 81 વર્ષીય વૃદ્ધા, આહવાની 50 વર્ષીય મહિલા, જામન્યામાળ સુબીરનો 16 વર્ષીય તરૂણ તથા કેશબંધ સુબીરની 23 વર્ષીય યુવતી સહિત 4 કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. ડાંગમાં અત્યાર સુધીમાં કુલ આંક 225 પર પહોંચ્યો છે. જેમાંથી 178 દર્દીએ કોરોનાને માત આપી સાજા થયા છે. હાલમાં 47 જેટલા દર્દી એક્ટિવ હોય સારવાર હેઠળ રખાયા છે. હાલમાં ડાંગના વહીવટી મથક આહવામાં સૌથી વધુ એક્ટિવ કેસો નોંધાઈ રહ્યા છે.

જિલ્લાનાં મુખ્ય મથક આહવામાં કોરોના સંક્રમણનો ફેલાવો થતા અહી સૌથી વધુ પોઝિટિવ કેસ આંક સામે આવ્યો છે. કોરોનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ બોર્ડર પર આરોગ્યકર્મીઓને તૈનાત કર્યા છે. ડાંગ જિલ્લામાં વધતા કોરોનાનાં કેસોને ધ્યાને લઇ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જિલ્લા રોગચાળા નિયત્રંણ અધિકારીનાં જણાવ્યાનુસાર કન્ટેઈનમેન્ટ ઝોન મિશનપાડા (આહવા), ગાંધી કોલોની (આહવા), પટેલપાડા (આહવા), જવાહર કોલોની (આહવા),ગાંધી કોલોની-1 (આહવા), પ્રમુખસ્વામી સોસાયટી (વઘઇ), પટેલપાડા (આહવા), સહયોગ સોસાયટી (આહવા), ધુડા, ચિરાપાડા, ખાતળ, ભરવાડ ફળિયુ (વઘઇ), સુબીર, જામલાપાડા, વેરીયસ કોલોની(આહવા), શિક્ષણ કોલોની (આહવા), બંધારપાડા (આહવા) ગામમાં હાઉસ ટુ હાઉસ સરવેની કામગીરી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો