તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગમા કેટલી ઠંડી ? ગુગલ જાણે !:ડાંગમાં તાપમાન માપવાના સાધન નથી, ગુગલમાં 10 ડિગ્રી નોંધાયું

આહવા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ડાંગ જિલ્લામાં ચોમાસામાં ભારે વરસાદ પડે છે તેજ પ્રમાણે શિયાળામાં ડાંગ હિલ સ્ટેશન અને ગાઢ જંગલો આવેલા હોય કાતિલ ઠંડી પડે છે પરંતુ હવામાન વિભાગ દ્વારા ઠંડી માપવાના સાધનો મુકવામા ઉદાસીનતા દાખવતા ડાંગમાં હજુ સુધી તાપમાન માપવાના સાધનો મુકાયા નથી. જેથી ઠંડી જાણવા માત્ર ગુગલ જ વિકલ્પ છે. પરંતુ મોબાઇલ નેટવર્કના ઇસ્યુના અને મોટા ભાગના લોકો ગ્રામ્ય પંથકના હોય ગુગલ પર વેધર જોઇ શકતા નથી અને ઠંડીનું માત્ર અનુમાન જ લગાડવું પડે છે.

ડાંગમાં ક્રિસમસ અને શનિ- રવિવાર એમ ત્રણ દિવસની રજામાં પ્રવાસીઓ સાપુતારામાં ઉમટી પડી ઠંડીની મજા માણી હતી. ગુગલ વેધર પ્રમાણે સોમવારે સાપુતારામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અને મહતમ તાપમાન 30 ડિગ્રી, જ્યારે આહવામાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અને મહતમ તાપમાન 32 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગે સરવે કર્યો પરંતુ સાધનો મુકાયા નથી
ડાંગ જિલ્લામાં તાપમાન માપવાના સાધનો હજુ મુકાયા નથી. હવામાન વિભાગે સરવે કર્યો છે પરંતુ હજુ સુધી સાધનો મુકાયા નથી. વરસાદ પણ જની પદ્ધતિથી જ મપાય છે. - ધવલ પટેલ, મામલતદાર, ડાંગ ડિઝાસ્ટર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો