તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:સુબીરમાં મોંઘવારી મુદ્દે ડાંગ જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

આહવા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અાગામી દિવસોમાં સાયકલ રેલી યોજાશે

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુબીરમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન નોંધાવ્યુ હતું. ડાંગ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કોંગ્રેસનાં તબક્કાવાર તાલુકા લેવલે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. સ્થાનિક કોંગ્રેસનાં નેતાઓની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે.

શુક્રવારે સુબીર તાલુકામાં ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રભારી અજયભાઈ ગામીતની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. અહીં વિરોધ પ્રદર્શન કરી રહેલા ડાંગ કોંગ્રેસ સમિતિનાં આગેવાનોમાં મોતીલાલ ચૌધરી, અજય ગામીત, ગીતાબેન પટેલ, લતાબેન ભોયે, વિનોદ ભોયે તુષાર કામડી, દેવરામ ગવળી, ગુલાબ ગાંગુર્ડેને સુબીર પોલીસે ડિટેન કર્યા હતા.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે ચાલી રહેલ ગુજરાત કોંગ્રેસનાં રાજ્યભરમાં વિરોધને લઈ ડાંગ કોંગ્રેસ સમિતિએ સમર્થન આપી વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યાં છે. આવનાર સમયમાં ડાંગ કોંગ્રેસ સમિતિ સાયકલ રેલી દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરશે. છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસનું મોંઘવારીને લઇ આક્રમક વલણ જોવા મળી રહ્યું છે અને ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...