તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:પેટ્રોલ-ડીઝલ અને ગેસમાં ભાવવધારા સામે ડાંગ જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વઘઇ ચાર રસ્તા પાસે દેખાવો કરાયા, આગામી દિવસોમાં સાઈકલ રેલી કઢાશે
  • વાંસદાનાં ધારાસભ્ય આક્રમક મિજાજમાં આવતા ડાંગ પોલીસને ડિટેન કરતા પરસેવો પડ્યો

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં આગેવાન મોતીલાલ ચૌધરી તેમજ વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં બુધવારે વઘઈમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સરકારનાં ભાવવધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરતાં કોંગી કાર્યકરોને પોલીસે ડિટેન કર્યાં હતા.ગુજરાત કોંગ્રેસનાં રાજ્યભરમાં તાલુકા વ્યાપી વિરોધ પ્રદર્શનમાં બુધવારે ડાંગ જિલ્લાનાં વઘઈમાં સરકારનાં ભાવ વધારા મુદ્દે કોંગ્રેસ સમિતિનાં આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ડાંગ કોંગ્રેસ સમિતિનાં આગેવાનો તેમજ વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વઘઈ ચાર રસ્તા પાસે સરકારનાં પેટ્રોલ-ડીઝલ- ગેસ તેમજ વિવિધ ચીજવસ્તુનાં ભાવવધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા વઘઇ પોલીસ દ્વારા આ તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓને ડિટેન કર્યા હતા.

હજુ પણ કોંગ્રેસ પક્ષ 11મી તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતનાં તાલુકા કક્ષાએ વિરોધ પ્રદર્શન યોજાનાર છે. જેમા ગુરૂવારે આહવા તેમજ શુક્રવારે સુબીર તાલુકામાં કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનનાં કાર્યક્રમો યોજાશે. ડાંગ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સમિતિની મિટીંગ યોજી ખેડૂતોનાં દેવા માફ કરવા અંગે ઠરાવ રજૂ કર્યો છે તેમજ સરકાર દ્વારા ભાવવધારો ઓછો કરવામાં આવે તે માટે તાલુકા લેવલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે.

આવનાર સમયમાં ડાંગ જિલ્લામાં સાઈકલ રેલી કાઢીને સરકારનાં ભાવવધારા અંગે વિરોધ કરવામાં આવશે. વઘઈમાં વિરોધ પ્રદર્શનમાં વાંસદાનાં કોંગ્રેસી ધારાસભ્ય અનંતભાઈ પટેલ સરકાર વિરુદ્ધ આક્રમક મિજાજમાં આવી જતા ડાંગ પોલીસની ટીમે વાંસદાનાં ધારાસભ્યને પોલીસની વાનમાં બેસાડવા લઈ જતા તેઓએ વિરોધ પ્રદર્શન કરવાનો અમારો હક્ક હોવાનું જણાવી પોલીસ વાનમાં બેસવાનો ઇન્કાર કરી દીધો હતો. બાદમાં ડાંગ વઘઇ પોલીસની ટીમે વાંસદાનાં ધારાસભ્યને ઘેરી મહામહેનતે પોલીસની જીપમાં ઉંચકીને બેસાડતા અહી પોલીસની ટીમનો પરસેવો નીકળી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...