તૈયારી:જિલ્લાના મુખ્ય મથક આહવામાં પાંચ દિવસ ડાંગ દરબાર યોજાશે

આહવા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
આહવામાં જ્યાં ડાંગ દરબાર યોજાવાનો છે તે સ્થળ. - Divya Bhaskar
આહવામાં જ્યાં ડાંગ દરબાર યોજાવાનો છે તે સ્થળ.
  • તા.12થી 16 માર્ચ સુધી યોજાનારા દરબારની તૈયારી શરૂ

ડાંગ જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લાનાં મુખ્યમથક આહવાનાં રંગઉપવનમાં શાહી ડાંગ દરબારની તડામાર તૈયારીઓ આરંભી હોળી પર્વમાં આવતો ડાંગ દરબારનું નામ સાંભળતાની સાથે જ ડાંગી જનજીવન ઝૂમી ઉઠે છે. અગાઉ કોરોના કાળમાં ડાંગ દરબાર યોજાઈ શક્યો ન હતો પરંતુ ચાલુ વર્ષે 12મીથી 16મી માર્ચ સુધી એમ પાંચ દિવસ ડાંગ દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

ડાંગ દરબારનાં આયોજન સાથે ડાંગનાં પાંચ રાજાઓનું શાહી સવારીમાં અદકેરૂ સન્માન કરવામાં આવશે. હાલમાં ડાંગ દરબારની શાહી સવારી નજીક હોય જેથી ડાંગ વહીવટી તંત્રની ટીમે જિલ્લાનાં મુખ્ય મથક આહવાનાં રંગઉપવનમાં તડામાર તૈયારીઓ આરંભી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...