તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:ડાંગ કોંગ્રેસની કૃષિ કાયદાે રદ કરવા માગ, કલેક્ટરને આવેદન

આહવા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ડાંગ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. - Divya Bhaskar
ડાંગ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
 • અન્નદાતાને મુઠીભર મૂડીપતિઓનાં હાથમાં આપવાનો આક્ષેપ

ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ મોતીલાલ ચૌધરીની આગેવાનીમાં શુક્રવારે ડાંગ કોંગ્રેસ સમિતિનાં કાર્યકરોએ કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે મોદી સરકારનાં ત્રણ કૃષિ કાયદાઓને કોંગ્રેસે કાળા કાયદા ગણાવ્યા છે નવા ત્રણ કૃષિ કાયદા મારફત દેશનાં 62 કરોડ અન્નદાતાને મુઠીભર મૂડીપતિઓનાં હાથમાં આપવા આવ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ કરી રાષ્ટ્રપતિને સંબોધિત ડાંગ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ મોદી સરકાર દ્વારા પ્રસ્થાપિત સંસદીય પ્રણાલીનો ભંગ કરી મૌખિક ચર્ચા દ્વારા ઉતાવળે ચર્ચા વગર કૃષિબીલ તાત્કાલિક પરત ખેંચવા ડાંગ કોંગ્રેસે અપીલ કરી છે.

કોંગ્રેસ દ્વારા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે મોદી સરકારે કાળા કાયદા ઘડીને દેશનાં અન્નદાતા અને ભાગ્ય વિધાતા કિસાન અને ખેતમજૂરોની કાળી મહેનત અને પરિશ્રમને મુઠીભર મૂડીપતિઓનાં હાથમાં ગીરવે રાખીને હરિત ક્રાંતિને ખતમ કરવાનું ધૃણાસ્પદ ષડ્યંત્ર રચ્યું છે. દેશના 62 કરોડ કિસાન- ખેતમજૂરોની જિંદગી સાથે સંકળાયેલા કાળા કાયદા પસાર કરાવી લેતા સમગ્ર દેશનાં કિસાનો ખેત મજૂરો મંદીનાં શ્રમિકો કર્મચારીઓ નાના ટ્રાન્સપોર્ટ સહિત કરોડો લોકોનો ઉગ્ર વિરોધ ભભૂકી રહ્યો છે. આ ઉપરાંત કૃષિ કાયદાથી એપીએમસી નાબૂદ થશે તેમજ એપીએમસીમાં લઘુતમ ભાવ મળશે કે કેમ? કૃષિ કાયદાથી નુકસાન ખેડૂતોને ભોગવવું પડશે જેવાં અનેક મુદ્દા બાબતે ડાંગ કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને ડાંગ કલેકટર એન.કે.ડામોરને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો