વિરોધ:ડાંગ ભાજપ અગ્રણીઓનો કોંગ્રેસ વિરુદ્ધ પ્લેકાર્ડ પ્રદર્શિત કરી વિરોધ

આહવા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • PMના કોન્વોયને કોંગ્રેસ દ્વારા અટકાવાયાનો આક્ષેપ

પંજાબનાં ફિરોઝપુરમાં વિકાસકીય કામોનું લોકાર્પણ કરવા જઈ રહેલા દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં કોન્વોયને પંજાબ કોંગ્રેસ દ્વારા યેનકેન રીતે અટકાવી દઈ જાનને જોખમમાં મુકવાનાં હીન પ્રયાસો કરતા ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનોએ કોંગ્રેસ વિરુદ્ધ પ્લે કાર્ડ પ્રદર્શિત કરી વિરોધ પ્રદર્શન નોધાવ્યું હતું. દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બુધવારે પંજાબમાં 83 કરોડનાં વિકાસકીય પ્રોજેકટનું લોકાર્પણ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે એક મોટી સુરક્ષા ચૂકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાફલો એક ફ્લાયઓવર પર ફસાઈ ગયો હતો.

ફિરોઝપુરમાં પ્રદર્શનકારીઓએ આ માર્ગ જામ કર્યો હતો. જેથી વડાપ્રધાન પરત ફર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં કાફલાને પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા યેનકેન પ્રકારે રોકી રાખી તેમના જીવને જોખમમાં મૂકી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી છે.

વડાપ્રધાનના દીર્ઘાયુષ માટે ડાંગ જિલ્લા ભાજપા પાર્ટીનાં પ્રમુખ દશરથ પવાર, ધારાસભ્ય વિજયભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વહીવટી મથક આહવાના દંડકેશ્વર મહાદેવ મંદિરમાં મહામૃત્યુંજય મંત્રનાં જાપ,આરતી કરી વિરોધ પ્રદર્શિત કરતા પ્લે કાર્ડ દર્શાવી પંજાબની કોંગ્રેસને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે ડાંગ જિલ્લા ભાજપા સંગઠન દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...