કૌભાંડીઓમાં ફફડાટ:ડાંગ આત્મા પ્રોજેકટ- ખેતીવાડીમાં કામોની તપાસ કરવા સચિવને આદેશ

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત આદિજાતિ નિગમનાં ડિરેકટરની ફરિયાદને પગલે લેવાયેલો નિર્ણય

ગુજરાત આદિજાતી નિગમનાં ડિરેકટર અને ડાંગ જિલ્લા ભાજપનાં માજી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યાએ ગતરોજ ડાંગ જિલ્લા પંચાયત હસ્તકનાં ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેકટમાં છેલ્લા બે વર્ષમાં થયેલ સમગ્ર કૌભાંડની ફરિયાદ કૃષિમંત્રીને કરી હતી. તેમનાં વિભાગે નિયમોનુસાર કાર્યવાહી કરવા સચિવને આદેશ આપતા કૌભાંડીઓમાં ફફડાટ ફેલાયો છે.

ગુજરાત સરકારનાં કૃષિ વિભાગે ગુજરાત આદિજાતિ નિગમનાં ડિરેકટર અને ડાંગ જિલ્લા ભાજપનાં માજી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યાની ગત 6ઠ્ઠી ઓગસ્ટ જિલ્લા ખેતીવાડી ડાંગ દ્વારા આરકેવીવાય યોજનામાં વર્ષ 2019-2021 અને 2020-2021 તથા સેન્દ્રીય ખેતી હેઠળ 2019-20 અને 2020-21માં ડાંગ જિલ્લા આત્મા પ્રોજેકટ અંતર્ગત જૈવિક ખાતર દવાની કીટ અને બિયારણ પુરૂ નહીં પાડવા બાબતે ફરિયાદને ધ્યાને લઈ સચિવ કૃષિ, સહકાર વિભાગનાં (કૃષિ)ને કાયદેસર અનુસાર કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે.

આદિજાતી નિગમનાં ડાયરેકટ બાબુરાવભાઈએ ફરિયાદ કરી હતી કે જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગનાં અધિકારી સુનિલ પટેલ અને આત્મા પ્રોજેકટર, ડાંગ ડાયરેકટર પ્રવીણ મંદાણી જિલ્લા બહારની એજન્સીઓ, કેટલીક લે-ભાગુ મંડળીઓ સાથે ટકાવારી ગોઠવી ગુજરાત સરકાર દ્વારા ડાંગના આદિવાસી ખેડૂતોને રોજગારી વધારવા અને પ્રોત્સાહિત કરવાં, આવકમાં પણ વધારો થાય તે માટે ડાંગ જિલ્લામાં 100 ટકા સેન્દ્રિય ખેતી જાહેર કરી છે. સરકારમાંથી દર વર્ષે કરોડોની ગ્રાન્ટ ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેકટને આપવામાં આવે છે પરંતુ ડાંગ જિલ્લા પંચાયતમાં ખેતીવાડી વિભાગમાં સેન્દ્રિય ખાતર,બિયારણ, ખાતર, દવાઓ અને ખેડૂતોપયોગી વિવિધ સાધનો-ચીજવસ્તુઓ ખરીદવામાં આવે છે, જયારે આત્મા પ્રોજેકટર કચેરી ડાંગ જિલ્લાનાં ખેડૂતોને સેન્દ્રીય ખેતી કરવા જરૂરિયાત મુજબ જુદા-જુદા પ્રકારનાં સેન્દ્રીય, ખાતર, ઈનપુટ, કીટ્રસ, લીમડાનો ખોળ, તેલ, જંતુનાશક દવા, પ્રવાહી જૈવીક ખાતર અને બિયારણ જેવી ચીજવસ્તુ પુરી પાડી શકાય પરંતુ છેલ્લા બે વર્ષથી ડાંગમાં આત્મા પ્રોજેકટ કચેરી અને જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ દ્વારા (વર્ષ-2019-2020 અને 2020-2021)માં આ વસ્તુઓ પુરી પાડવામાં આવી નથી.

સરકાર દર વર્ષે કરોડો આત્મા પ્રોજેકટ કચેરીને ખેડૂતોને સહાય માટે ગ્રાન્ટ ફાળવે છે તો છેલ્લા બે વર્ષની ગ્રાન્ટ કયાં ગઈ ? ધરમપુરની એ.બી.સી એજન્સી અન્ય કેટલીક એજન્સી, મંડળીઓને ડાંગ આત્મા પ્રોજેકટ કચેરી દ્વારા સોંપવામાં આવેલ કલ્ટર સહિતની વિવિધ કામગીરી માત્ર કાગળ પર જ થઈ છે. ડાંગ ની ખાતર દવા અને બિયારણ વિતરણની કામગીરી જે ડાંગ સ્થાનિક મંડળીઓને ઓર્ડર આપવામાં આવ્યો હતો પરંતુ તેમને રકમ મળી નથી. જેનું ત્રીજી એજન્સી એબીસી, કાકડકુવામાં બારોબાર કેવી પહોચી ગયું તે પણ તપાસનો વિષય છે. ડાંગ જિલ્લા જિલ્લા આત્મા પ્રોજેકટ તેમજ ખેતીવાડી વિભાગમાં એબીસી, કાકડકુવાનાં ખરીદીનાં તમામ બીલોની ચકાસણી જો કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...