આધુનિક ખેતી:ડાંગમાં પ્રાયોગિક ધોરણે ખેડૂતોની આધુનિક પદ્ધતિથી હળદરની ખેતી

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નાગલી, વરઇ, અડદ, અને ડાંગરનુ જ મહત્તમ વાવેતર કરતા, ડાંગ જિલ્લાના ખેડૂતોને મૂલ્યવર્ધિત ખેત ઉત્પાદન તરફ પ્રોત્સાહિત કરીને તેમની આવક વધારવાના પ્રયાસના ભાગરૂપે, ડાંગ જિલ્લાની પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા, જિલ્લાના ત્રણેય તાલુકાઓના 160 લાભાર્થી ખેડૂતોને પ્રાયોગિક ધોરણે હળદરની ખેતી કરાવવામા આવી છે.

આહવા તાલુકાનાં 60 અને વઘઇ તથા સુબીર તાલુકાના પસંદગીના 50/50 ખેડૂતોને પ્રાયોજના કચેરીની ગ્રાન્ટમાથી હળદરનુ વાવેતર કરાવવામા આવ્યુ છે તેમ જણાવતા પ્રાયોજના વહીવટદાર કે.જે.ભગોરાએ, ઔષધિય પાક ઉત્પાદનના આ નવતર પ્રયોગથી અહીના ખેડૂતો પોતાની સીમિત જગ્યામા, અન્ય પાક ઉત્પાદનની સરખામણીએ વધુ ઉત્પાદન મેળવી શકે છે, તેમ ઉમેર્યું હતું. ઔષધિય પાક ઉત્પાદનના આ લાભાર્થી ખેડૂતોને પ્રાયોજના કચેરી ધ્વારા જરૂરી તાલીમ/માર્ગદર્શન સહિત ગુણવતાયુક્ત બિયારણ, ઉપરાંત ખેત ઉત્પાદનની બજાર વ્યવસ્થા સુધીની ચિંતા કરવામા આવી છે તેમ ભગોરાએ વધુમાં જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાની પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા વિવિધ ખેતલક્ષી યોજના જેવી કે બાગાયતી પાકો, શાકભાજી પાકો, બિયારણ, કીટસ, ખેત ઓજારો, જૈવિક ખાતરનો ઉપયોગ, તથા એ અંગેની પ્રોત્સાહક શિબિરો વગેરે માટે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કુલ 426.96 લાખનો ખર્ચ કરવામા આવ્યો છે. જેનો લાભ અહીના 27232 ખેડૂત લાભર્થીઓ લઇ ચૂક્યા છે. આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષોમા શાકભાજીના બિયારણ, અને ખાતર માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત, જિલ્લાના 11870 ખેડૂતોને લાભ પહોંચાડવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...