તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:ડાંગમાં પણ કોરોના બેકાબૂ, એક જ દિવસમાં 18 પોઝિટિવ

આહવા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુલ કેસ 221, 178 રિકવર, એક્ટિવ કેસ 43 થયા

ડાંગ જિલ્લામાં કોરોનાનો હાહાકાર મચાવ્યો છે. ડાંગ જિલ્લામાં સોમવારે ભયજનક ઉછાળા સાથે એક જ દિવસમાં કુલ 18 પોઝિટિવ કેસ સામે નોંધાતા કુલ આંક 221 પર પહોંચ્યો છે.

ડાંગ જિલ્લામાં કોરોનાનાં વધતા કેસોનાં પગલે ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. સોમવારે રોગચાળા નિયત્રંણ અધિકારી ડી.સી.ગામીતનાં જણાવ્યાનુસાર જિલ્લા પ્રથમ વખત ઉછાળાની સાથે એક જ દિવસમાં કુલ 18 કોરોનાનાં પોઝિટિવ કેસો નોંધાયા છે. સોમવારે વઘઈનો 30 વર્ષીય પુરૂષ, વઘઇની 24 વર્ષીય મહિલા, વઘઇનો 42 વર્ષીય યુવાન, ચીખલી (લવચાલીનો) 51 વર્ષીય પુરૂષ, ચીખલી(લવચાલી)ની 48 વર્ષીય મહિલા, નર્સિંગ હોસ્ટેલ આહવાની 18 વર્ષીય બે યુવતી, ચીંચલીની 15 વર્ષીય કિશોરી, સહયોગ કોલોની આહવાનો 58 વર્ષીય પુરૂષ, સહયોગ કોલોની આહવાની 52 વર્ષીય મહિલા, આહવા રેવન્યુ કોલોનીનો 42 વર્ષીય પુરૂષ, આહવા સુભાસ કોલોનીની 50 વર્ષીય મહિલા, શામગહાન હાઇસ્કુલનો 56 વર્ષીય આચાર્ય, ચીખલાની 20 વર્ષીય યુવતી, ગાયખાસનો 21 વર્ષીય પુરુષ, ઝાવડાનો 21 વર્ષીય પુરુષ, આહવા પીડબ્લ્યુડી કોલોનીનો 40 વર્ષીય પુરુષ તથા આહવા શાસ્ત્રી કોલોનીનો 52 વર્ષીય પુરૂષ મળી કુલ 18 કેસ પોઝિટિવ આવ્યા હતા. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંક 221 પર પહોંચી ગયો છે.

જેમાંથી 178 દર્દી સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે કુલ 43 જેટલા દર્દી એક્ટિવ હોય સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ડાંગ જિલ્લામાં કોરોનાની સંખ્યામાં ધરખમ વધારો નોંધાતા તંત્રએ લોકોને ફરજીયાત માસ્ક સહિત સેનેટાઈઝનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો