તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:ડાંગ જિલ્લામાં નવા 7 પોઝિટિવ કેસ સાથે કોરોનાની ડબલ સેન્ચુરી પૂરી

આહવા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સૌથી ઓછા સંક્રમિત જિલ્લામાં એક્ટિવ કેસ 25 થયા
 • કુલ 203 પોઝિટિવ દર્દીમાંથી178 સંપૂર્ણ સાજા થઇ ગયા છે

ડાંગ જિલ્લામાં કોરોનાનો હાહાકાર ડાંગ જિલ્લામાં રવિવારે નવા 7 કોરોનાનાં કેસ પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ આંક 203 પર પહોંચ્યો છે. રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી કોરોનાનાં કેસોમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે.

ડાંગ જિલ્લામાં રવિવારે આહવા મેડિકલ કોલીનીનાં 34 વર્ષીય યુવાન, આહવા દેવલપાડાની 28 વર્ષીય યુવતી, આહવા દેવલપાડાની 13 વર્ષીય કિશોરી, આહવા પીડબ્લ્યુડી કોલોનીનો 40 વર્ષીય યુવક, સાપુતારા જવાહર નવોદયનો 45 વર્ષીય શિક્ષક, તેની પત્ની અને પુત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતુ થયું હતું. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંક 203 પર પહોંચતા સ્થિતિ ચિંતાજનક બની છે.

ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 178 દર્દી સંપૂર્ણપણે સાજા થઈ જતા રજા અપાઇ છે. જ્યારે 25 જેટલા દર્દીઓ એક્ટિવ હોય જે સારવાર હેઠળ છે. ડાંગ જિલ્લામાં હાલમાં કોરોનાએ બેવડી સદી પુરી કરતા ચિંતાજનક સ્થિતિ ઉદભવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો