જનજાગૃતિ:આહવામાં પાન ઇન્ડિયા અને લીગલ સર્વિસ વીકનું સમાપન

આહવા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગત 2જી ઓકટોબરથી 14મી નવેમ્બર દરમિયાન ડાંગ જિલ્લાના આહવા સ્થિત તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આયોજિત પાન ઇન્ડિયા જનજાગૃતિ કાર્યક્રમ તથા લીગલ સર્વિસ વીકના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ સમાપન કરાશે.

આહવા તાલુકા કાનૂની સેવા સમિતિ તરફથી મળેલી વિગતો અનુસાર આજે એટલે કે 14મીએ સવારે 8:૦૦ કલાકે આહવાના કોર્ટ કેમ્પસ થી બંધારપાડાના પેટ્રોલપંપ સુધી સમાપન સમારોહ અંતર્ગત એક પ્રભાત ફેરીનુ આયોજન કરાયુ છે. ઉલ્લેખનીય છે કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નાલ્સા, સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન મુજબ ગત 2જી ઓકટોબરથી 14મી નવેમ્બર દરમિયાન આહવા તાલુકાના તમામે તમામ ગામોમા અંદાજિત 150થી વધુ કાનૂની શિક્ષણ શિબિર આયોજિત કરવામા આવી હતી. જેમા નિષ્ણાંત તજજ્ઞો દ્વારા કાયદાકીય જાણકારી આપવા સાથે, જનજાગૃતિ અર્થે સાહિત્યનુ પણ વિતરણ કરાયુ હતુ.નવસારીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.એમ.મેમનના માર્ગદર્શન મુજબ આહવા તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેન એસ.પી. કેન દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ ઘનિષ્ઠ આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. આહવા તાલુકાના આ કાર્યક્રમમા પેનલ એડવોકેટ સંજય બારે અને એમ.બી.બાગુલ સહિત કર્મચારીઓ એ.જી.વરિયા, સુરજ ભોયે, પંકજ ભોયે, ભાસ્કર બિરારી અને સુનીલ માહલે એ સક્રિય ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યા હતા. પાન ઇન્ડિયા જનજાગૃતિ કાર્યક્રમ’ તથા ‘લીગલ સર્વિસ વીક’ ના આ કાર્યક્રમો બાદ આજે પ્રભાતફેરી સાથે કાર્યક્રમોનુ સમાપન કરાશે.

અન્ય સમાચારો પણ છે...