તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારનો સધિયારો:ડાંગ જિલ્લામાં કોરોનામાં માતાપિતા ગુમાવનાર 11 બાળકોને બાળ સેવા યોજના સહાયના ચેક અર્પણ

આહવા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુબીરના 4, વઘઈના 2 અને આહવા તાલુકાના 5 બાળકને લાભ અપાયો

સંવેદનશીલ રાજ્ય સરકારની મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના ડાંગ જિલ્લાના 11 લાભાર્થીને સહાયના ચેકો અર્પણ કરતા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, અને કલેકટર ભાવિન પંડ્યા સહિતના મહાનુભાવોએ ‘કોરોના’ને કારણે માતાપિતાની છત્રછાયા ગુમાવનારા કમનસીબ બાળકોને ખુબ જ સંવેદના સાથે રાજ્ય સરકાર સધિયારો પૂરો પાડી રહી છે, તેમ જણાવી જિલ્લાના પાત્રતા ધરાવતા એક પણ બાળક આ યોજનાના લાભથી વંચિત ન રહે તેની તકેદારી દાખવવાની અપીલ કરી છે.

વૈશ્વિક મહામારી કોવિડ-19ના સમયગાળા દરમિયાન એટલે કે માર્ચ 2020થી ડાંગ જિલ્લામા કોરોનાને કારણે માતાપિતા બંને ગુમાવનાર અનાથ બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા સંવેદનાસ્પર્શી નિર્ણય લઈને મુખ્યમંત્રી બાળ સેવા યોજના શરુ કરવામા આવી છે. જે અંતર્ગત ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના 4 લાભાર્થી બાળક સહિત વઘઈના 2 અને આહવા તાલુકાના 5 બાળકને સહાય ચૂકવવામા આવી છે. આ ઉપરાંત ભારત સરકારના બાળ સ્વરાજ પોર્ટલ પર જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ‘એક વાલી’ ધરાવતા અન્ય 56 બાળકોની પણ માહિતી રજૂ કરવામા આવી છે.

જેમને પણ બાળ સુરક્ષા વિભાગની અન્ય યોજનામા નિયત કરાયેલા લાભો મળવાપાત્ર થશે તેમ કાર્યક્રમના અધ્યક્ષ એવા કલેકટર ભાવિન પંડ્યાએ જણાવ્યુ હતુ. તેમણે લાભાર્થી બાળકોને શૈક્ષણિક કીટનુ પણ વિતરણ કર્યું હતું. ડાંગ જિલ્લા સેવા સદનના વીડિયો કોન્ફરન્સ હોલમાં કોરોના સંક્રમણની જાહેર થયેલી માર્ગદર્શિકા અનુસાર યોજાયેલા નાનકડા કાર્યક્રમ દરમિયાન ઉક્ત મહાનુભાવો ઉપરાંત નિવાસી અધિક કલેકટર પદ્મરાજ ગામીત, જિલ્લાની બાળ કલ્યાણ સમિતિના ચેરમેન હંસાબેન પટેલ તથા સભ્યો, જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્યો, અગ્રણી સામાજિક કાર્યકરો અને આગેવાનો, લાભાર્થીઓ અને તેમના પાલકો વગેરએ ઉપસ્થિત રહ્યાં હતા.

મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ 0 થી 18 વર્ષ સુધીની વયના જે બાળકોના માતા-પિતાનું કોરોનાના સમયગાળામા અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાનમા લીધા સિવાય દર મહિને રૂ. 4000ની સહાય રાજ્ય સરકાર આપશે તેમ જણાવી, જે બાળકને 18 વર્ષ પૂર્ણ થયા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને 21 વર્ષ સુધી આફટર કેર યોજનામાં આવરી લઇ દર મહિને રૂ.6 હજારની સહાય સરકાર આપશે. ઉપરાંત ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા આવા બાળકો યુવક,યુવતીઓને 24 વર્ષ કે અભ્યાસના વર્ષ પૂર્ણ થાય તેમાંથી જે વહેલું હોય ત્યા સુધી આફટર કેર યોજનામાં પ્રતિમાસ રૂ.6 હજારની સહાય મળશે.

અન્ય સમાચારો પણ છે...