તંત્ર:સોનગીરની શાળા કંપાઉન્ડમાં તૂટેલી દિવાલ-પેવર રિપેર કરાયા

આહવા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચના ધ્યાન પર આવતા તાત્કાલિક કામગીરી કરી

આહવા તાલુકાના સોનગીર ગામની શાળાની કંપાઉન્ડ દિવાલ અને પેવર બ્લોક વરસાદમાં ધોવાઈ જતા સરપંચે તૂટેલી દિવાલ રિપેર કરી કંપાઊન્ડમાં પેવર બેસાડી દેવાયા છે.

હાલ કોરોનાને લઇને શાળાઓમાં વેકેશનનો માહોલ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પચાયત દસ્તકનાં વાસુર્ણા ગ્રામ પંચાયતનાં સોનગીર ગામમાં આવેલી પ્રાથમિક શાળાનાં કંપાઊન્ડમાં સરપંચ દ્વારા પેવર બ્લોક અને ફરતે  દિવાલ બે મહિના પહેલાં જ બનાવવામાં આવી હતી પરંતુ ચોમાસાની શરૂઆતમાં પડેલા વરસાદમાં કંપાઊન્ડમાં બેસાડવામાં આવેલા પેવર ઊખડી ગયાં હતાં અને દિવાલ પડી ગઈ હતી. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતાં ગામનાં સરપંચે તાત્કાલિક સોનગીર પ્રાથમિક શાળાનાં કંપાઊન્ડમાં પેવર બ્લોક બેસાડી દિવાલ બનાવી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાને લઇને શાળાઓમાં વેકેશનનો માહોલ છે ત્યારે બાળકો શાળા પૂર્વવત થાય તે પહેલા બ્લોક બેસાડી તેમજ તૂટેલી દિવાલ રીપેર કરાવી દઇ સરપંચે માનવતા મહેકાવી હતી. જિલ્લાભરમાં આવી અનેક જર્જરિત શાળાઓ અંગે જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે અને દાતાનો સહયોગ મળે તો શાળાઓમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...