તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો સફાયો,આહવા-2 જિલ્લા પંચાયત સીટ અને દગડીઆંબા જિલ્લા પંચાયત સીટમાં કોંગ્રેસી ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા બન્ને બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થતા ડાંગ જિલ્લા કોંગ્રેસનાં સુપડા સાફ થવાના એંધાણ વર્તાય રહ્યા છે.
ડાંગ જિલ્લામાં વિધાનસભા પેટા ચૂંટણી માં સોમવારે ઉમેદવારી પત્રકો ચકાસણીમાં સુબીર તાલુકાની દહેર સીટના કોંગ્રેસી આયાતી ઉમેદવારનુ મતદાર યાદીમાં નામ ન હોવાથી રદ થતા ભાજપી ઉમેદવાર બિનહરીફ થતા કોંગ્રેસ છાવણીમાં ફફડાટ ફેલાયો હતો. આ સિલસિલો સાંજ સુધી જારી રહેતા જિલ્લાના મુખ્ય મથક આહવા-2 જિલ્લાનાં ભાજપના હેતલબેન શાંતારામભાઈ ચૌધરીની સામે કોંગ્રેસનાં કાશીબેન સુકીરાવ કુંવરે ફોર્મ ખેંચી લીધું હતું.
જ્યારે દગડીઆંબા જિલ્લા પંચાયત સીટ ભાજપનાં નિર્મળાબેન એસ.ગાઈન સામે કોંગ્રેસી ઉમેદવાર વનીતાબેન લલીતચંદ્ર વાઘેરાએ ફોર્મ ખેંચી લેતા બંને જિલ્લા પંચાયત સીટ ભાજપે કબ્જે કરી લીધી છે. જેને પગલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ સર્જાતા સુપડાસાફ થવાના એંધાણ સાથે રાજકીય માહોલ ગરમાયો છે. જ્યારે ભાજપમાં ખુશીનો માહોલ સર્જાયો છે તેવામાં આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી ખાતું પણ ન ખોલી શકે તેવો દાવો ડાંગ ભાજપ પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવાર,ધારાસભ્ય વિજયભાઈ પટેલ, માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવિતે કર્યો છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.