તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વઘઇમાં કૌટુંબિક હિંસાથી સ્ત્રીઓને રક્ષણ માટે જાગૃતિ સેમિનાર યોજાયો

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વઘઈ કૃષિ મહાવિદ્યાલય અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા દ્વારા કૌટુંબિક હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-2005 અંતર્ગત કાયદા કયા એ વિષય પર એક દિવસીય જાગૃતિ સેમિનારનું આયોજન વઘઈ કૃષિ મહાવિદ્યાલયમાં કરાયું હતું.

આ તકે કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય ડો. જે.જે.પસ્તાગીયા, પ્રોગ્રામ ઓફિસર પ્રો. હિરેન ઢોલરીયા, એસ.ડી.સોરઠીયા, દહેજ પ્રતિબંધક અધિકારી આહવા, દિપીકાબેન 181 અભયમ મહિલા હેલ્પલાઇન કાઉન્સેલર, જ્યોતિબેન પટેલ એમ.એસ.કે કલ્યાણ અધિકારી આહવા, રેખાબેન સખી વન સ્ટોપ સેન્ટર આહવા, સંગીતાબેન પી.બી.એસ.સી સેન્ટર આહવા, જસ્માબેન વી.એમ.કે. વઘઈ, મંગળાબેન કુટુંબ સલાહ કેન્દ્ર વઘઇ તથા કપિલાબેન નારી અદાલત વઘઇ દ્વારા મહિલાઓને જાગૃત કરવા તેમજ સરકાર દ્વારા ચાલતી યોજનાથી થતા લાભ અને કાયદાકીય માર્ગદર્શન અંગે માહિતગાર કર્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા એચ.પી. ઢોલરીયા પ્રોગ્રામ ઓફિસર (NSS) તેમજ હેમા નાયકા, નાયબ હિસાબનીશ મહિલા અને બાળઅધિકારીની કચેરી આહવા (ડાંગ) કાર્યક્રમને સફળ બનાવી મહિલાઓને મુશ્કેલીમાંથી બહાર આવવા અનુરોધ કર્યો હતો. ડાંગ જિલ્લામાંથી આશરે 120 જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...