તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:ડાંગ જિલ્લાના આશા વર્કરોએ વિવિધ મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું

આહવા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પગાર તથા પ્રોત્સાહિત રકમ વધારવા માંગ કરાઇ

ડાંગ જિલ્લા વિકાસ અધિકારીને ગુજરાત લેબર યુનિયનનાં માર્ગદર્શન હેઠળ અને ડાંગ જિલ્લાનાં આરોગ્યમાં કામ કરતી આશા વર્કરોએ આવેદનપત્ર આપી બાકી પગાર ચૂકવવા, પગારમાં વધારો કરવાં અને પ્રોત્સાહિત રકમમાં વધારો કરવાં માંગ કરાઈ છે. ડાંગ જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગ હસ્તક ગામડામાં આશાવર્કર તરીકે કામગીરી કરતી આશાવર્કરો તથા ગુજરાત લેબર યુનિયન સાથે સોમવારે ડાંગ જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળી આવેદનપત્ર આપ્યું છે.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ડાંગ જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગમાં કામ કરતી આશાવર્કરોને કોવિડ-19નું મહેનતાણું રૂ.1000 દરેક જિલ્લા આરોગ્ય કેન્દ્ર-તાલુકા કેન્દ્રમાં ચૂકવાયું નથી તથા મહામારી સમયે ગામડામાં ખડેપગે રહી લોકોને જાગૃત ડાંગમાંથી કોરોનાં વાયરસને હરાવવા મહત્વનો ફાળો આપનાર ડાંગ જિલ્લાનાં આહવા સિવાયની તમામ ગામડાની આશા વર્કરોને અનાજકીટ આપવામાં આવી છે પરંતુ મુખ્ય મથક આહવામાં કામ કરતી આશા વર્કરોને અનાજની કીટ નહી આપી તેઓ સાથે અન્યાય કર્યો છે.

તેઓને પણ અનાજ કીટ આપવાની માંગણી કરી છે તેમજ પ્રોત્સાહિત રકમ બાકી રહેતાં નાણા ચૂકવવા તથા તેમાં વધારો કરવાં માંગણી કરી છે. ફિકસ પગારમાં વધારો કરવાં માંગ કરી છે. વર્ષ-2019માં મિશન ઈન્દ3 ધનુષ્ટ કામગીરી અને રતનપીઠની કામગીરીનું ચુકવણું આજદિન સુધી ચૂકવાયું નથી. ડાંગ સહિત સમગ્ર દ. ગુજરાતમાં જિલ્લા આરોગ્ય કેન્દ્રની આશા વર્કરો અને યુનિયન પ્રતિનિધિ તરફથી રજૂઆત કરાઈ છે.

કે આશા વર્કરોની પડતર માંગણીઓ બાબતે વધુ ગંભીરતા દાખવી ગુજરાત રાજયની મંત્રી મંડળમાં નિર્ણય કરી જી.આર. કે ઠરાવો પાસ, આશાવર્કરો કારમી મોંઘવારીમાં ન્યાયી તપાસ માંગણીનો નિકાલ કરવા અરજ કરી છે. આ આવેદનપત્ર જિલ્લા વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ તથા ગુજરાત આરોગ્ય સચિવને પાઠવી વિવિધ માંગણીઓ અને પ્રશ્નો ઉકેલ કરવા માંગ કરાઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં આશાવર્કર બહેનો પોતાની માગ અંગે સતત રજૂઆત કરતી રહી છે.

અન્ય સમાચારો પણ છે...