તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવજીવન:ડાંગના ગાઢવિહીર ગામની મહિલાએ આહવામાં ગાયનેક ન હોવાથી પ્રસૂતિ માટે વલસાડ ખસેડવી પડી, ત્યારે રસ્તામાં જ 108માં પ્રસૂતિ કરાવી

આહવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અસહ્ય દુખાવો ઉપડતા મહિલાની 108માં જ પ્રસૂતિ કરવી પડી - Divya Bhaskar
અસહ્ય દુખાવો ઉપડતા મહિલાની 108માં જ પ્રસૂતિ કરવી પડી

આહવા સિવિલ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ ન હોવાનાં કારણે ડાંગના ગાઢવિહીર ગામની મહિલા ગુજ્જુબેન મુરલીધરભાઈ પવાર (ઉ.વ. 22)ને પ્રસૂતિનો દુઃખાવો થતા 108 મારફત વલસાડની હોસ્પિટલમાં રિફર કરતા મહિલાને રસ્તામાં જ પ્રસવ પીડા શરૂ થઇ હતી. આ મહિલાને પ્રથમ પ્રસૂતિ વખતે સિઝર કર્યું હતુ.

રસ્તામાં દુખાવો ઉપડતા મુશ્કેલી થઈ હતી
મહિલાને વલસાડ લઈ જતી વેળાએ વાંસદા-ચીખલી હાઈવે પર કંબોયા ગામ નજીક આ સગર્ભાને પ્રસૂતિનો અસહ્ય દુઃખાવો થતા નજીકનાં હાઈવે પર તાત્કાલિક 108નાં પાયલોટ સમીર સૈયદ દ્વારા રોડની સાઇડ પર એમ્બ્યુલન્સને પાર્ક કરી 108નાં કર્મચારી EMT છોટુભાઈ ચૌધરીને એમ્બુલન્સમાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. છોટુભાઈ ચૌધરીએ સૂઝબૂઝથી માતા તથા નવજાત શિશુને નવજીવન આપ્યું હતું.

બંને પાયલોટે હિંમત હાર્યા વગર પ્રસૂતિ કરાવી
કોરોના જેવી મહામારીમાં પણ ડાંગ 108નાં ઈએમટી છોટુભાઈ ચૌધરી, પાયલોટ સમીર સૈયદ લાઇફ સેવિંગનું કાર્ય કર્યું હતું. ડાંગ જિલ્લા 108નાં ઈએમઈ સંજયભાઈ વાઘમારે અને મેનેજર દિનેશ ઉપાધ્યાયે આ બન્ને કર્મીઓની કામગીરીને બિરદાવી હતી. મેડિકલ ટેકનિશિયન છોટુભાઈ ચૌધરી તથા પાયલોટ સમીરભાઈ સૈયદે આવી કપરી પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વગર બે જીવને બચાવ્યો હોવાથી તેમની કામગીરીને ડોકટરો તથા મહિલાનાં પરિવારજનોએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...