તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:ચીખલી કસ્ટોડિયલ ડેથ કેસના આરોપીઓની ધરપકડ કરો

આહવા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદિજાતિ િનગમના િડરેક્ટર ચૌર્યાનો CM ને પત્ર

ગુજરાત આદિજાતિ નિગમનાં ડિરેકટર બાબુરાવભાઈ ચૌર્યાએ ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનોનાં શંકાસ્પદ મોત પ્રકરણમાં હજુ સુધી આરોપીઓની ધરપકડ નહીં થતા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી ન્યાયની માંગ કરી છે.ગુજરાત આદિજાતી નિગમનાં ડિરેકટર બાબુરાવભાઈ ચૌર્યાએ ગુજરાતનાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને એક પત્ર પાઠવી ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ કસ્ટોડીયલ મોત પ્રકરણમાં આદિવાસી પરિવારને ન્યાય મળે અને આરોપીઓને ફાંસી સુધીની સજા કરવાની માંગ કરી છે. તેમણે ગતરોજ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને એક લેખિત પત્ર પાઠવ્યો છે.

જેમા જણાવ્યું છે કે ચીખલી પોલીસ સ્ટેશનમાં 21મી જુલાઈએ ડાંગ જિલ્લાનાં વઘઈનાં બે આદિવાસી યુવાનો સુનિલ પવાર અને રવિનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. આ બનાવ સમગ્ર ડાંગ અને આદિવાસી સમાજ માટે દુ:ખદ ઘટના હતી. જેનો શોક અને રોષ આજે પણ ડાંગની પ્રજામાં જોવા મળે છે. આ ઘટના બાબતે ન્યાયની માંગણી કરી હતી અને પોલીસ સ્ટેશનનાં ઈનચાર્જ તથા સ્ટાફ પર કાર્યવાહી બાબતે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી પરંતુ ઘટનાને ઘણાં દિવસો વિતી જવા છતાં આજદિન સુધી દોષીઓની ધરપકડ કરાઈ નથી.

ડાંગમાં સર્વે આદિવાસી સમાજ અને પીડિત પરિવાર વતી બાબુરાવભાઈ ચૌર્યાએ આદિવાસી સમાજનાં પ્રતિનિધિ તરીકે ગુજરાતનાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને વિનંતી કરી છે કે આ ઘટનાના આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય, આ કેસમાં તલસ્પર્શી તપાસ થાય અને સાચી હકીકત બહાર આવે અને સંબંધિત દોષીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરી ફાંસી સુધીની સજા થાય તેવી માંગણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચીખલી કસ્ટોડીયલ ડેથ પ્રકરણના આરોપીઓને નવસારી પોલીસ હજી સુધી પકડી શકી નથી. તમામ આરોપીઓ પોલીસકર્મી હોય તેમની ધરપકડ અંગે અનેક સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...