તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:આહવા સિવિલમાં સિટી સ્કેનની સુવિધા ઉપલબ્ધ કરવા આવેદન

આહવા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેકટરને રજૂઆત કરી

ડાંગ જિલ્લાની આહવા સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેનની સુવિધા ઉપલબ્ધ કરવા સોમવારે ડાંગ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરીએ ડાંગ કલેક્ટરને રજૂઆત કરી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં આવેલી આહવા સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેનની સુવિધા ઉપલબ્ધ નથી. જેના કારણે દર્દીઓને સિટી સ્કેન રિપોર્ટ કઢાવવા માટે અન્ય જિલ્લામાં જવુ પડે છે. સાથે દૂર જવુ પડતું હોવાથી ભાડા સહિત સિટી સ્કેનનો ખર્ચો પણ વધારે થાય છે, જે ડાંગી પ્રજાને પોસાય તેમ નથી.

આર્થિક પરિસ્થિતિથી મજબુર દર્દીઓને અન્ય જિલ્લામાં જવુ નહીં પડે અને ઘરઆંગણે જિલ્લામાં સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ડાંગ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરીએ કલેક્ટરને આવેદનપત્ર આપીને સિટી સ્કેનની સુવિધા ઉપલબ્ધ કરવા માટે અરજી કરી હતી. ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરીએ રજુઆતમાં જણાવ્યું હતું કે જિલ્લાની સીએચસી, પીએચસી અને સિવિલ હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટ કરવાથી પોઝિટિવ કે નેગેટિવ રિપોર્ટ આવે છે પરંતુ ઘણાં દર્દીઓને કોરોનાનાં લક્ષણો હોવા છતાંય રિપોર્ટ નેગેટિવ આવે છે તેવા સંજોગોમાં ડોકટર દ્વારા દર્દીઓને સિટી સ્કેન કરવાની સલાહ આપવામાં આવે છે.

ડાંગથી સિટી સ્કેન માટે દર્દીઓને 100 થી 150 કિ.મી દૂર જવુ પડે છે અને સિટી સ્કેનનો ખર્ચો પણ વધારે હોય ડાંગની ગરીબ પ્રજાને તે પોસાય એમ નથી ત્યારે આહવા સિવિલ હોસ્પિટલમાં જ આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ પ્રમુખે રજૂઆત કરી હતી. આહવા સિવિલમાં કોવિડના દર્દીઓ માટે ઓક્સિજનની સુવિધા છે પરંતુ સિવિલનાં ઇમરજન્સી વોર્ડ અને અન્ય વોર્ડમાં ઑક્સિજનની સુવિધા નથી. જેથી હૃદયની બીમારી, ગંભીર અકસ્માત કે અન્ય બીજી મોટી બીમારી માટે ઓક્સિજનની જરૂર પડી શકે છે, જેથી ત્યાં પણ ઓક્સિજન ઉપલબ્ધ કરવા કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો