કોરોના ઇફેક્ટ:ડાંગ જિલ્લાના બેરોજગારોને રોજગાર આપવા આવેદન, લાઇટબીલ, શિક્ષણ ફી માફ કરવા રજૂઆત

આહવા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાના જાગૃત યુવાનો દ્વરા લોકડાઉનમાં યુવાનોને રોજગારી મળે તથા લોકોના લાઇટબીલ માફ કરવા અને ખાનગી શાળાઓમાં બાળકોની ફી માફીના મુદ્દા સાથે આહવા મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે.  ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે બુધવારે જાગૃત યુવાનો દ્વરા આહવા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું તેમા જણાવ્યા પ્રમાણે લોકડાઉનનાં કારણે લોકોના ધંધા-રોજગાર ઠપ થઇ ગયા છે. લોકોને રોજગારી પણ મળતી બંધ થઇ ગઈ છે. આવા કપરા સમયે લોકોના લાઇટ બીલ માફ કરવામાં આવે તેમજ ભારતીય બંધારણ મુજબ શિડીયુલ્ડ 5મા આવતા વિસ્તારોનો લોકોને પોતાની સ્થાનિક જગ્યાએ જ રોજગારી મળી રહે તે માટે માગણી કરવામાં આવી હતી. ટેમરૂનનાં પાંદડા લાવવાનો રોજગાર જેથી સ્થાનિક કક્ષાએ લોકો રોજગારી પ્રાપ્ત કરી શકે, ખાનગી શાળામાં ભણતા બાળકો જેઓની શાળાની ફી માફીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેમજ રેશનકાર્ડ ધરાવતા ન હોય તેવા લોકોને રાશન આપવા જેવી વિવિધ માંગણી સાથે ડાંગના જાગૃત યુવાનોએ મામલતદારને આવેદન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના પગલે મોટી સંખ્યામાં લોકો બેરોજગાર બન્યા છે. ઠેરઠેર નોકરી રોજગાર બંધ પડ્યા છે, ત્યારે લાઇટબીલ અને બાળકોની શિક્ષણની ફી ને લઇ વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સરકાર દ્વારા આ બાબતે રાહત અપાય તેવી લોકમાંગ સર્વત્ર ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...